શાબાશ રાજકોટ પોલીસ: ડીજીપીએ અભિનંદન પાઠવ્યા

મતદાન વખતે રાજકોટ રાજ્યની હોટ સીટ રહી, ડીજીપી વિકાસ સહાય સતત સીપી ભાર્ગવના સંપર્કમાં રહ્યા : પળેપળની માહિતી મેળવી’તી

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 04:48 PM
♦ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડી.સીપી વિધિ ચૌધરી અને ટીમે આંદોલનના દાવાનળ વચ્ચે સુચારૂ આયોજન કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખી: લોકોએ લોકશાહીના પર્વની સુરક્ષિત ઉજવણી કરી
સાંજ સમાચાર

રાજકોટ, તા.8
રાજકોટ સહીત રાજયભરમાં લોકસભા ચૂંટણીનું ગઈકાલે શાંતિપૂર્ણ મતદાન યોજાઈ ગયું હતું. જેમાં રાજયભરમાં એકાદ અપવાદને બાદ કરી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસ એક તબક્કે સફળ નીવડી છે. ત્યારે રાજયની હોટ અને સંદનસીલ કહેવાતી રાજકોટ લોકસભામાં મતદાન નિર્વિઘ્ને પૂર્ણ થતાં ડિજીપી વિકાસ સહાયએ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગને શાબાશી સાથે અભિનંદન પાઠવ્યા હતાં.

દેશભરમાં લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ આદર્શ આચારસંહિતા લાગું પડી હતી અને અલગ અલગ પક્ષોના ઉમેદવારો જોરશોરથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયાં હતાં. દરમિયાન રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવારે ચૂંટણી પ્રચાર દરમિયાન એક વિવાદિત ટીપ્પણી કરતાં ક્ષત્રિય સમાજ નારાજ થયો હતો અને આંદોલનના મંડાણ થયાં હતાં. આ સ્થિતિ ચૂંટણી અને મતદાન દરમિયાન વણસે નહીં તેની જવાબદારી રાજકોટ શહેર પોલીસની હતી. તેમજ શહેરની નજીક રનતપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળ્યાં બાદ આગળ જતાં સ્થિતિ ગંભીર બનશે તેવી દહેશતથી ગૃહ વિભાગ પણ સક્રિય થઈ ગયો હતો.

ખાસ રાજય પોલીસ વડા વિકાસ સહાય આ બાબતે ગંભીર બની જે દિવસથી આંદોલનના મંડાણ થયાં ત્યારથી સતત દરરોજ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના સંપર્કમાં હતાં અને શહેરની ગ્રાઉન્ડ ઝીરોની માહિતી સાથે અપડેટ થતાં હતાં. ગૃહવિભાગ અને ડીજીપી માટે રાજ્યમાંથી કપરા ચઢાણ વાળી સીટ રાજકોટ લોકસભાની હતી. જે બાબતે શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, એડી. પોલીસ કમિશ્નર વિધી ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ રાજકોટ લોકસભા સીટની ચૂંટણી મતદાન સહિત શાંતિથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બીડું ઝડપી લીધું હતું અને શહેરના તમામ પોલીસ મથકોના પીઆઇ સહિતના સ્ટાફ સાથે સંકલન કરી ચૂંટણી દરમિયાન કાંકરીચાળો પણ ન થાય તે માટે સુચારૂ આયોજન કર્યું હતું.

દરમિયાન શહેરમાં ગઈકાલે યોજાયેલ મતદાનના દિવસે શાંતીપૂર્ણ કોઈ કાંકરીચાળો થયાં વગર લોકશાહીનો પર્વ યોજાઈ અને મતદાનમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ શહેર પોલીસ સજ્જ થઈ હતી અને મતદાનના આગલા દિવસથી જ પોલીસે શહેરભરમાં કોમ્બીંગ કર્યું હતું. તેમજ મતદાનના દિવસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી ખુદ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ મેદાનમાં રહ્યા હતાં અને જ્યાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું હતું ત્યાં મતદાન મથક પર પોતે જ વોચ રાખી હતી અને શાંતિપૂર્ણ મતદાન પુરું થતાં શહેર પોલીસની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો.

રાજકોટ લોકસભા સીટ બાબતે ડિજીપી પોતે  ગંભીર હતાં. ત્યાં કોઈપણ વિધ્ન અને કાંકરીચાળો થયાં વગર મતદાન પુરૂ થતાં મોડી રાતે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને ફોન કરી શાબાશી સાથે શહેર પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

♦ સીપી, એડી.સીપી, ડીસીપી, એસીપી અને અલગ અલગ પોલીસ મથકના પીઆઇ તેમજ પોલીસ સ્ટાફની જહેમત રંગ લાવી

રાજકોટમાં લોકશાહીનો પર્વ શાંતિથી ઉજવાઈ તે માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને એડી. પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી, ડીસીપી ઝોન -1 સજનસિંહ પરમાર, ડીસીપી ઝોન -2 સુધીરકુમાર દેસાઈ, ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફિક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી બી.વી. જાધવ, રાધિકા ભારાઇ, આર.એસ.બારીયા, બી.જે. ચૌધરી, એસીપી ક્રાઇમ બી.બી. બસીયા, એસીપી ટ્રાફિક જે.બી. ગઢવી, હેડ કવાર્ટર એસીપી એમ.આઇ. પઠાણ, ક્રાઈમ બ્રાંચ પીઆઈ એમ.આર. ગોંડલીયા, એસઓજી પીઆઈ જે.એમ. કૈલા, તેમજ અલગ અલગ પોલીસ મથકના પીઆઈ વી.આર.પટેલ, આર.જી.બારોટ, એસ.એમ.જાડેજા, એન.જી.વાધેલા, એમ.એમ.સરવૈયા, જે.આર.દેસાઇ, બી.એમ.ઝણકાટ, બી.ટી.અકબરી, ડી.એમ.હરિપરા, વી.આર.રાઠોડ, આઇ.એન.સાવલીયા, એન.આઇ. રાઠોડ, એ.બી. જાડેજા, જે.એસ. ગામીત, એસ.કે.જાડેજા, બી.બી. જાડેજા, બી.પી. રજયા, એમ.જી. વસાવા, એમ.એ.ઝણકાટ, કે.જે.મકવાણા, એમ.ડી.ગઢવી તેમજ એલસીબી ઝોન-1 પીએસઆઈ બોરીસાગર, એલસીબી ઝોન -2 પીએસઆઈ આર.એચ. ઝાલા સહિત પીએસઆઈઓની ફૌજ અને સ્ટાફે કુનેહપૂર્વકની કામગીરી કરી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj