રાજકોટની આર.કે. યુનિવર્સીટીમાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો આપઘાત

Local | Rajkot | 07 May, 2024 | 12:55 PM
ત્રણ વર્ષથી યુનિવર્સિટીમાં બી.ટેક.નો અભ્યાસ કરતો 24 વર્ષીય અબ્દુલ કહરનો પરીવાર રેફયુજી તરીકે અમેરીકામાં રહેતા હોય જેમને બે વર્ષથી મળી ન શકતા ચિંતામાં ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું: આજીડેમ પોલીસ દોડી ગઈ: યુનિવર્સીટીના મેનેજમેન્ટે પરીવાર સાથે સંપર્ક સાધવા તજવીજ હાથ ધરી
સાંજ સમાચાર

રાજકોટ તા.7
 રાજકોટની ભાગોળે ભાવનગર હાઈવે પર આવેલ આર.કે. યુનિવર્સીટીના એન્જીનીયરીંગનો અભ્યાસ કરતો અફઘાનિસ્તાનના 24 વર્ષીય વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતા યુનિવર્સીટીના સતાધીશો અને આજીડેમ પોલીસ દોડી આવી હતી.
 પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ નજીક ભાવનગર હાઈવે પર આવેલ આર.કે. યુનિ.માં સીવીલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા અફઘાનીસ્થાનના વતની અબ્દુલ કહર (ઉ.24) યુનિ.ની હોસ્ટેલમાં જ રહે છે અને ગઈકાલે સાંજે 6 વાગ્યે હોસ્ટેલના રૂમમાં પંખાના હુકમાં દોરડું બાંધી ગળાફોસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાજુના રૂમમાં રહેતા તેમના મીત્રએ રૂમનો દરવાજો ખોલતા અબ્દુલ કહર લટકતો જોવા મળ્યો હતો.

 અન્ય છાત્રોએ યુનિ. મેનેજમેન્ટને જાણ કરતા મેનેજમેન્ટે અને સ્ટાફ દોડી આવ્યો હતો અને 108ને જાણ કરતા 108ના તબીબે યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડયો હતો.
 વધુમાં બનાવ અંગે યુનિ.ના મેનેજેમેન્ટ સુત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવક મુળ અફઘાનિસ્તાનનો વતની છે અને તે ત્રણ વર્ષ પહેલા બી.ટેક.નો અભ્યાસ કરવા આવેલ હતો.

તેમનો પરીવાર અફઘાનિસ્તાન રહેતો હોય જયાં યુધ્ધ જેવો માહોલ ઉભો થતા તેનો પરીવાર રેફયુજી તરીકે અમેરીકા રહેવા ચાલ્યો ગયો છે. બે વર્ષ પહેલા મૃતક રાજકોટથી અફઘાનીસ્થાન જવા નીકળ્યો ત્યારે તે દિલ્હીથી પરત ફર્યો હતો અને પરીવારને બે વર્ષથી મળી ન શકતા તે વ્યથિત રહેતો હતો. બનાવ અંગે યુનિવર્સિટીના મેનેજમેન્ટ દ્વારા તેમના પરીવારને જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj