રાજકોટ ગ્રામ્ય પોલીસે બે બુટલેગરને પાસામાં ધકેલ્યા

Crime | Rajkot | 26 April, 2024 | 11:45 AM
શાપરના રોહિત કાપડીને અમદાવાદ અને વાળાડુંગરાના રામજી ઉર્ફે રામકુ મકવાણાને વડોદરા જેલહવાલે કરવા તજવીજ
સાંજ સમાચાર

રાજકોટ, તા.26
રાજકોટ ગ્રામ્ય પોલીસે બે બુટલેગરને પાસામાં ધકેલ્યા છે. લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર બુટલેગરો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ અને રાજકોટ ગ્રામ્યના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચનાથી કાર્યવાહી કરવામાં આવી છે.

જેતપુર વિભાગના ડીવાયએસપી આર.એ.ડોડીયાના માર્ગદશન હેઠળ વીરપુર પોલીસ અને એલસીબીની ટીમે રામજી ઉર્ફે રામકુ બાવનજી મકવાણા (રહે. વાળાડુંગરા ગામ તા.જેતપુર)ની ગુનાહીત ઇતિહાસની માહિતી એકત્રિત કરી પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જિલ્લા કલેકટરે પાસા વોરંટ ઇશ્યુ કરતા આ આરોપીને રાઉન્ડ અપ કરી પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ હતી. 

 જ્યારે ગોંડલ વિભાગના ડીવાયએસપી કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ, એલસીબી અને શાપર પોલીસની ટીમે દારૂનો મોટો જથ્થો બહારના રાજ્યમાંથી મંગાવી વેચાણ કરતા અગાઉ પકડાયેલ બુટલેગર રોહીત રમેશ કાપડી (ઉ.વ.21 રહે.હાલ વેરાવળ (શાપર) હાઉસીંગ બોર્ડ સોસાયટી શિવજીના મંદિર પાસે, મુળ ગામ-પાસ્તડી તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા)ની પાસા દરખાસ્ત તૈયાર કરી, જિલ્લા કલેકટરને મોકલતા, પાસા વોરંટ ઇશ્યુ કરતા આ આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરાઈ હતી. આ કામગીરી શાપર પોલીસના પીએસઆઇ 
આ કામગીરી એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, એએસઆઈ બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, શાપર વેરાવળ પોલીસના પીએસઆઇ આર. કે. ગોહિલ, જી. બી. જાડેજા, એએસઆઈ વિરભદ્રસિંહ વાઘેલા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ રાણા, મહેન્દ્રભાઇ ધાધલ, તુષારસિંહ જાડેજા, પ્રહલાદસિંહ રાઠોડ, ખીમજીભાઇ હુણ, મયુરસિંહ જાડેજા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, લગધિરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ડામસીયા, વિરપુર પોલીસ મથકના પીએસઆઇ એસ.વી.ગળચર, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ ચાવડા, ગિરિશભાઈ બગડા, વિજયભાઈ ગોહેલ, કૌશિકભાઈ ચાચાપરા દ્વારા કરવામાં આવી હતી.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj