રાજુલા: 440 ગ્રામ વજન સાથે જન્મેલ બાળકને બે મહિનાની સારવાર બાદ નવજીવન આપતી કાશીબા હોસ્પિટલ

Local | Amreli | 20 April, 2024 | 01:19 PM
સાંજ સમાચાર

રાજુલા, તા.20
સમગ્ર વિશ્વમાં ડોક્ટરને દરેક લોકો એક ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે કોઈપણ માણસ હોસ્પિટલમાં હોય છે ત્યારે ફક્ત ઈશ્વર અને ડોક્ટર બે ઉપર જ માણસ શ્રદ્ધા રાખે છે આવી જ વાત છે રાજુલા શહેરની કાશીબા હોસ્પિટલ ની આ કાશીબા હોસ્પિટલમાં થોડા સમય પહેલા એટલે કે તારીખ 06.02.2024 નાં રોજ કથીવદર ગામના રહેવાસી લાભુભાઈ વાઘને ત્યાં બેબી નો જન્મ થયો એમનો જન્મ મહુવા ખાતે થયેલો આ બેબીનો જન્મ થતાં આ બેબી નું વજન ફક્ત 440 ગ્રામ જેટલું જ હતું. 

આ બાળકીને બચાવવા માટે  ખૂબ જ લાંબી સારવારની જરૂર હોય ત્યારે આ બાળક ને મહુવા થી રાજુલા કાશીબા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યુ અને આ બાળકની સારવાર કાશીબા હોસ્પિટલમાં સરકારી યોજના નીચે પી.એમ.જે .એ.વાય યોજનામાં આ બાળકની સારવાર આ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શરૂ કરવામાં આવી આ બાળકને મહુવા ખાતે ફક્ત બે દિવસ જ રાખવામાં આવેલ અને ત્યારબાદ તારીખ 06.02.2024 નાં રોજ રાજુલા કાશીબા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવેલ સતત બે માસ અને બાર દિવસના સમયગાળામાં આ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમ તેમજ સ્ટાફની ભારે જહેમત બાદ આ બાળકને આજે બે માસ અને બાર દિવસ બાદ બાળક અને બાળકની માતા બંને સ્વસ્થ હોય ત્યારે તેમને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી અને રજા આપતા સમયે આ બાળકનું વજન એક કિલો ઉપર હોવાનું ડોક્ટરની ટીમ દ્વારા જણાવવામાં આવેલ ત્યારે રાજુલાની આ  હોસ્પિટલમાં મોટા શહેરોમાં જેટલી સુવિધા મળે છે એટલી જ સુવિધાઓ મળતી હોય અને સાથે સાથે સરકારી યોજનાનો પણ લાભો મળે છે. ડોક્ટર દિનેશભાઈ કળસરિયા ડોક્ટર રાકેશભાઈ છોટાળા ડોક્ટર વૈશાલીબેન કાતરીયા ડોક્ટર અક્ષયભાઇ મોરી ડોક્ટર શત્રુગણ બાંભણિયા તેમજ સ્ટાફ દ્વારા બાળકીની સારવાર કરાય.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj