રાજકોટ તા.24
સને 2013માં ભુપતભાઈ મંગળભાઈ હડીયા (રહે.માંડણ, તા.રાજુલા) પોતાના ખેતરમાં આટો મારવા ગયેલા ત્યારે આરોપી હાથીભાઈ આલાભાઈ અરડું (રહે.નાના મછુન્દ્રા, તા.રાજુલા)ના ખેતરમાં માલ ઢોર ચરાવતા હોય અને જેનાથી પાકને નુકશાન થતુ હોય જેથી તેમને માલઢોર ચરાવવાની ના પાડતા તેને સારૂ નહી લાગતા કુહાડી વડે ભુપતભાઈને માર મારેલો જે અંગેની ફરિયાદ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.
કેસ ચાલતા ફરિયાદી તેમજ નજરે જોનાર સાહેદો અને પંચોની જુબાની તેમજ ડોકટર અને તપાસ કરનાર અધિકારીની જુબાની તથા વિવિધ દસ્તાવેજી પુરાવાઓનું મુલ્યાંકન કરીને આરોપીઓ વિરૂદ્ધ પુરતો પુરાવો હોય રાજુલાના એડી. ચીફ. મેજી.એ સરકારી વકીલ દિવ્યેશ ગાંધીની દલીલો ધ્યાને લઈ આઈપીસી કલમ 324 મુજબ બે વર્ષની સાદી કેદની સજા તથા રૂા.5000નો દંડ આઈપીસી કલમ 323 મુજબ એક વર્ષની સાદી કેદની સજા અથવા રૂા.1000નો દંડ એમ કુલ 2 વર્ષની સજા અને રૂા.6000નો દંડ કરતા અસામાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે. આ કેસમાં સરકાર પક્ષે સરકારી વકીલ દિવ્યેશ બી. ગાંધી રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy