રાજુલા,તા.4
લોકસભા સામાન્ય ચુંટણી-2024 દરમ્યાન તટસ્થ અને નિર્ભય પણે મતદાન થઇ શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન હોય જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.જે.ગીડાએ વાવેરા ગામે ગેરકાયદેસર પ્રવૃતીમા સંડોવાયેલ લીસ્ટેડ બુટલેગર કનુભાઇ રાવતભાઇ ધાખડા ઉ.વ.46 ધંધો ખેતી રહે.વાવેરા તા.રાજુલા જી.અમરેલી વાળા વિરૂધ્ધ પુરાવાઓ એકઠા કરી, હદપારની દરખાસ્ત તૈયાર કરી પોલીસ અધિક્ષક અમરેલી મારફતે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, રાજુલા તરફ મોકલી આપેલ.
મેહુલકુમાર બરાસરા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ રાજુલાનાઓને પ્રોહીબીશનની ગે.કા.પ્રવૃતી કરતા ઇસમની સમાજ વિરોધી પ્રવૃતી પર અંકુશ લાવવાનુ જરૂરી જણાતા ઉપરોક્ત ઇસમ વિરૂધ્ધ હદપારનો હુકમ કરતા અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તથા સાવરકુંડલા ડીવીઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક પી.આર.રાઠોડ સુચના મુજબ રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુ.શ્રી આઇ.જે. ગીડા તથા રાજુલા પોલીસ ટીમ દ્વારા લીસ્ટેડ પ્રોહી બુટલેગર કનુભાઇ રાવતભાઇ ધાખડા ઉ.વ.46 ધંધો ખેતી રહે.વાવેરા હુકમની બજવણી કરી અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જીલ્લામાથી હદપાર કરી કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy