જામનગર તા.8
લોકસભા ઈલેક્શન 2024ના ત્રીજા તબક્કામાં ગઈકાલે ગુજરાતની લોકસભાની 25 બેઠક પર મતદાન હતું. જેમાં સામાન્ય માણસથી લઈ સેલિબ્રિટી સુધીના તમામ લોકોએ મતદાન કર્યું હતું. આ દરમિયાન આઈપીએલની ચાલતી સીઝન વચ્ચે પણ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જામનગરમાં મતદાન કર્યું હતું. આઈપીએલના વ્યસ્ત સ્કેડ્યુઅલ વચ્ચે પણ જામનગરની પંચવટી કોલેજ ખાતે રવિન્દ્ર જાડેજા પોતાની પત્ની રિવાબા જાડેજા સાથે મતદાન મથક પર મતદાન કરવા પહોંચ્યા હતા.
મતદાન સમયે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પીળુ ટિશર્ટ પહેર્યું હતું અને માથે ટોપી પહેરી હતી. રવિન્દ્ર જાડેજા સાથે તેમના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજા પણ મતદાન મથકે તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન રવિન્દ્ર જાડેજા એ જામનગર વાસીઓને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે મતદાન કરવુંએ તમામની ફરજ અને અધિકાર છે આથી તમામ લોકોએ મતદાન કરવું જોઈએ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy