નવી દિલ્હી, તા.3
સાપ બદલાની ભાવના ધરાવતા હોવા પરની કથા પર આધારિત અનેક ફિલ્મો બની છે પરંતુ ઉત્તરપ્રદેશના ફતેહપુર જિલ્લામાં એક શખ્સની પાછળ સાપ પડી ગયો છે. એક મહિનાની અંદર 5 વાર દંશ દીધો છે. જો કે દરેક વાર સાપ કરડયા પછી સારવાર લઇને સાજો પણ થઇ જાય છે પરંતુ સાપ વારંવાર કેમ દંશ આપે છે તે સમજી શકાતું નથી.
શખ્સે સાપના ડરથી પોતાનું ઘર છોડીને માસીના ઘરે જતો રહયો હતો. માસીના ઘરે પણ સાપે દંશ આપ્યો હતો. આ ઘટનાથી યુવકનો સમગ્ર પરિવાર પણ ગભરાઇ ગયો છે. આ ઘટના મલવા થાના ક્ષેત્રના સૌરા ગામની છે. સાપ ડંશવાથી પીડિત વ્યકિતનું નામ વિકાસ દુબે છે. હાલમાં તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પહેલી વાર સાપ કરડયો ત્યારે આ ઘટનાને સામાન્ય લીધી હતી પરંતુ એક મહિનામાં પાંચ વાર સર્પદંશ થતા નવાઇ લાગી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy