પેરિસ ઓલમ્પીકમાં ઈન્ડીયા હાઉસના યજમાન બનશે રિલાયન્સ

Gujarat, Sports | Ahmedabad | 09 May, 2024 | 03:23 PM
ભારતીય રમતવીરો અને ઓલમ્પીકમાં ભાગ લેનાર અધિકારીઓ માટે ભારતીય સુવિધાઓ ઉભી કરશે
સાંજ સમાચાર

અમદાવાદ,તા.9
2036માં ઓલિમ્પિક મહોત્સવ ભારતમાં અને ખાસ કરીને અમદાવાદમાં મુખ્ય સમારોહ તથા મોટાભાગની રમતો રમાઈ તે માટે થઈ રહેલા પ્રયાસોમાં દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પણ હાથ મિલાવ્યા છે અને રિલાયન્સ ફાઉન્ડેશન એ ઈન્ડીયન ઓલિમ્પિક એસો. સાથે ભાગીદારી કરી છે અને પેરિસમાં તા.26 જુલાઈથી શરુ થનારા ઓલિમ્પીકમાં રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ડીયા હાઉસનું નિર્માણ કરશે.

જે 40 હજાર સ્કવેરફુટમાં પથરાયેલુ હશે કે ભારતની સંસ્કૃતિ ઉપરાંત ભારતના ભોજન તેમજ અન્ય ભારતીય સુવિધાઓ પણ પુરુ પાડશે. જે ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલા ભારતીય ખેલાડીઓ અને તેમના કુટુંબ માટે ઘર થી દુર એક ઘર જેવી સુવિધા હશે તેમાં ભારતીય પદ્ધતિના ભોજનોથી લઈને જવેલરી સહિતની શોપ પણ હશે જે વિદેશીઓ માટે આકર્ષણ હશે.

ઈન્ડીયા હાઉસ એ ઓલિમ્પીકની 100 વર્ષની સફર પણ દર્શાવશે. ભારત હવે જયારે ઓલિમ્પીક યોજવા તૈયારી કરી રહ્યું છે તે સમયે રિલાયન્સ સહિતના ઉદ્યોગગૃહો દેશમાં આ ખેલ મહોત્સવ સફળ જાય તે માટે અત્યારથી જ તૈયારી કરી રહ્યું છે. અગાઉ ટોકીયો ઓલમ્પીકમાં જેએસડબલ્યુ ગ્રુપે ધ ઈન્ડીયા હાઉસની સુવિધા આપી હતી.

બાદમાં 2016માં રીયો ઓલમ્પીક દરમ્યાન પણ આ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ ઈન્ટરનેશનલ ઓલમ્પીક કમીટીમાં પ્રથમ ભારતીય મહિલા તરીકે સ્થાન મેળવ્યું છે અને ભારતમાં ઓલમ્પીક યોજવા માટે તેમની ભૂમિકા મહત્વની હશે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj