જૂનાગઢમાં ટીંબાવાડી-દીપાંજલી માર્ગમાં પેચવર્ક કામ શરૂ થતાં રાહત

Local | Junagadh | 04 May, 2024 | 12:27 PM
દિવાળી બાદ ખોદકામ થયેલા તમામ માર્ગો પેવરથી મઢાશે: કોર્પોરેટર પુનિત શર્મા
સાંજ સમાચાર

જૂનાગઢ, તા.4
જૂનાગઢ ટીંબાવાડી વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ભારે વરસાદ બાદ મસમોટા ખાડાઓના કારણે રહીશો-વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. વારંવાર કોર્પોરેટરો બાંધકામ વિભાગ-કમિશ્નરને રૂબરૂ રજૂઆતો કરવામાં આવતી હતી.
આ અંગે વોર્ડના કોર્પોરેટર, માજી સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અરવિંદ ભલાણી, જુનાગઢ ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના કોર્પોરેટરોએ લોકોની પારાવાર મુશ્કેલીઓને ધ્યાને લઇ હાલ પુરતા પેચીંગ (ધીગડા) વર્ક ગત મોડી રાત્રીના હાથ ધરી ટીંબાવાડી રોડ થી દીપાંજલીના સુરભી રોડ, પ્રમુખનગરના પેચ વર્કના ખાડાઓ બુરવાની કામગીરી હાથ ધરી છે.

ખાડાઓ પુરવાના બદલે રોડ પર ડામરની નાખી દેતા લોકોને લાંબા સમય બાદ ખાડામાંથી મુક્તિ મળતા આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન અરવિંદભાઇ ભલાણીએ ‘સાંજ સમાચાર’ના પ્રતિનિધિ રાકેશ દલખાણીને જણાવ્યું હતું કે ટીંબાવાડી રોડથી સુરભી એપાર્ટમેન્ટ પ્રમુખનગરનો રોડ રૂ.90 લાખના ખર્ચે મંજુર થઇ જવા પામ્યો છે જેમાં એજન્સી પણ ફીક્સ થવા પામી છે પરંતુ મોટી ગારનું કામ પાણીની પાઇપ લાઇન તેમજ ટોરેન્ટો ગેસ એજન્સી દ્વારા ગેસની પાઇપલાઇન મંજુર થઇ જવા પામી છે.

તેમજ ચોમાસાને હવે દોઢ થી બે માસનો સમય બાકી રહેવા પામ્યો છે જેથી ગટર-પાણીની લાઇન અને ગેસ પાઇપ લાઇન નવી નાખવા સમય રહેતો ન હોવાથી દિવાળી બાદ ગટર પાણીની પાઇપ લાઇન-ગેસની પાઇપ લાઇન નંખાયા બાદ આ રોડની નીચે ઉતારીને નવો રોડ રૂા.90 લાખના ખર્ચે બનાવવામાં આવશે. હાલ માત્ર પેચવર્ક કરવામાં આવ્યાનું કોર્પોરેટર અને શહેર પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj