દાહોદ,તા.9
દાહોદની લોકસભા બેઠક પર ભાજપના નેતાના દીકરાએ કરેલ બુથ કેંપ્ચરિંગના કરતુતના કારણે સંતરામપુર વિધાનસભા વિસ્તારના પરથમપુર ગામમાં ફરીથી ચૂંટણી યોજવાની નોબત આવી છે.
ચૂંટણી પંચે આ ગામમાં તા.11 મેએ ફરીથી મતદાનની જાહેરાત કરી છે.ગુજરાતની દાહોદ લોકસભા બેઠક પર બુથ કેપ્ચરિંગ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના પરથમપુર ગામમાં ફરીથી મતદાન યોજાશે.
પરથમપુરા મતદાન બુથ પર 11મી મેના રોજ ફરી મતદાન થશે. નોંધનીય છે કે, ભાજપ નેતાના દીકરાની કરતૂતના કારણે અહીં ફરીથી મતદાન થવા જઈ રહ્યું છે.
ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરએ કાયદા કે ચૂંટણી પંચનો જાણે કોઈ ખૌફ જ ન હોય તેમ બુથને કેપ્ચરીંગ કરી લીધું હતું.
એટલું જ નહીં તેણે બુથને કેપ્ચરીંગ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી બતાવી હતી. આ દરમિયાન તેણે બુથના અધિકારીઓને અભદ્ર ગાળો પણ આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy