સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરતા નિવાસી અધિક કલેકટર ઓઝા

Local | Surendaranagar | 27 April, 2024 | 01:11 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારના લોકો કોઈપણ પ્રકારના ભય કે લાલચ વગર નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

પુરુષ, મહિલા, યુવા સહિત દરેક વર્ગના મતદારો લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મહત્તમ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ સંબંધિત અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે. આજ શ્રેણીમાં જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ તમામ લોકોને લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની મહત્તમ મતદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.

નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝાએ તમામ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, 7મી મે,2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024નાં મતદાનમાં સુરેન્દ્રનગર જિલ્લો તથા સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભા મતવિસ્તારના તમામ મતદારોને સહભાગી બની મહત્તમ મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા જણાવ્યું હતું.

લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરી સશક્ત ભારતનું નિર્માણ કરવા તમામ નાગરિકોને અપીલ કરી હતી. જિલ્લા પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી તરીકે ચૂંટણી ફરજ પર રોકાયેલા સર્વે અધિકારીઓ/ કર્મચારીઓને વિનંતી કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, તા.30/04 થી 01/05 દરમિયાન પોલીંગ સ્ટાફ મતદારનું વિધાનસભા મત વિસ્તારમાં તાલીમ સેન્ટર પર બનાવેલા ફેસીલીટી સેન્ટર પર પોસ્ટલ બેલેટથી વોટીંગ કરવામાં આવશે.

આ વોટીંગ પ્રક્રિયામાં સહભાગી થઈને મહત્તમ મતદાન કરવું જોઈએ. આ ઉપરાંત તા.01/05 થી 04/05 દરમિયાન પોલીંગ સ્ટાફ સિવાયના અન્ય ચૂંટણી કામગીરીમાં રોકાયેલા ફબતયક્ષયિંય દજ્ઞયિિં અને આવશ્યક મતદાતાઓનું અછઘ કક્ષાના ફેસીલીટી સેન્ટર પરથી પોસ્ટલ બેલેટથી મતદાન થશે. આ પ્રક્રિયામાં મહત્તમ મતદાન કરી સશક્ત ભારતનું નિર્માણ કરવા જણાવ્યું હતું. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj