(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.4
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં બાઇક ચોરનાર રીઢા ચોરની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે. સવાસર પ્લોટ શેરી નંબર-3 માં ડો. અનિલભાઈ પટેલ ઓર્થોપેડિક હોસ્પિટલની પાછળના ભાગમાં રહેતા જીલભાઈ પંકજભાઈ ચંડીભમર લોહાણા (22) એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી ભોગ બનેલા યુવાને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે 3 જેએન 0331 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે.
એ ડિવિઝનના રાજદીપસિંહ રાણા, ધર્મેન્દ્રભાઈ વાઘડિયા અને સિદ્ધરાજસિંહને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ બાઇક લાતી પ્લોટ શેરી નંબર 2 માં છે જેથી ત્યાં ચેક કરતાં ચોરાઉ બાઈકની સાથે આરોપી અબ્બાસભાઈ અલ્લારખાભાઈ દલવાણી રહે. લાલપર લિબાળા ધાર વાંકાનેરની ધરપકડ કરી બાઇક કબજે કરવામાં આવેલ છે આ શખ્સની સામે રાજકોટના જુદાજુદા પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર ગુના નોંધાયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy