13 કેચ અને એક સ્ટંપિંગ

T20 વિશ્વકપમાં રિષભ પંતે 14 શિકાર કર્યા: 10થી વધુ આઉટ કરનાર એક માત્ર

India, Sports | 04 July, 2024 | 03:23 PM
સાંજ સમાચાર

મુંબઈ,તા.4
ટી-20 વર્લ્ડકપ 2024માં રિષભ પંતે બતાવી દીધું છે કે તે જ મહેન્દ્ર સિંહ ધોનીનો સાચો ઉત્તરાધિકારી બનશે. તેણે આ વર્લ્ડ કપમાં એ કરી બતાવ્યું જે મહેન્દ્રસિંહ ધોની પણ નથી કરી શકયો. વિકેટકીપર-બેટર રિષભ પંતે વર્લ્ડ કંપની આ સીઝનમાં 13 કેચ અને 1 સ્ટમ્પિંગની મદદથી કુલ 14 શિકાર કર્યા હતા.

આ પહેલા કોઈ વિકેટકીપરે કોઈએક ટી-20 વર્લ્ડ કપમાં 10 કે એનાથી વધારે શિકાર નથી કર્યા. આ પહેલાં 2007માં ઓસ્ટ્રેલિયન વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટ અને 2009માં શ્રીલંકન કેપ્ટન કુમાર સંગકારાએ 9-9 શિકાર કર્યા હતાં.

મહેન્દ્રસિંહ ધોનીએ 2016માં 8 શિકાર કર્યા હતા.ટી-20 વર્લ્ડકપ ઈતિહાસમાં કુલ 16 શિકાર સાથે તેણે ન્યુઝીલેન્ડના ડેવોન કોન્વે અને સાઉથ આફ્રિકાના માર્ક બાઉચરની બરાબરી કરી હતી.ડિસેમ્બર 2022ના ભયાનક અકસ્માત બાદ શાનદાર કમબેંક કરનાર રિષભ પંતનું આ પ્રદર્શન વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj