મહેંદીના રંગ સાથે જિલ્લામાં મતદાન જાગૃતિનો ચડતો રંગ

Local | Veraval | 19 April, 2024 | 11:07 AM
જિલ્લામાં 1411 જગ્યાઓએ મમતા દિવસની ઉજવણી સાથે મહિલા મતદાન જાગૃતિ લાવવામાં આવી
સાંજ સમાચાર

વેરાવળ, તા.18 આગામી સમયમાં જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મહિલા મતદારો પણ સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે રીતે સારા શરીર માટે તંદુરસ્તી આવશ્યક છે. તે જ રીતે તંદુરસ્ત લોકશાહી માટે સમાજના તમામ વર્ગની ભાગીદારી ઈચ્છનીય છે. તેવા ઉદ્દેશને સાર્થક કરતા આજે મમતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્રો સહિત જિલ્લાના 1411 સ્થળોએ મહિલાશક્તિને પ્રેરિત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ તાલુકાના ગોવિંદપરા ખાતે પહોંચીને મહિલાઓને આપવામાં આવતી વિવિધ સ્વાસ્થ્યલક્ષી સેવાઓનું નિરીક્ષણ કરવાની સાથે આગામી ચૂંટણીમાં મહિલાઓ પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપે તે માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે કલેક્ટરે મહિલાઓને મતદાન જાગૃતિનો સંદેશ આપતી કોટન બેગનું વિતરણ કરી ચૂંટણીમાં ‘અવશ્ય મતદાન કરીશ’ના શપથ ઉપસ્થિત મહિલાઓ અને કિશોરીઓને લેવડાવ્યાં હતાં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ ગામોમાં મહિલા મતદાતાઓ લોકશાહીના મહાપર્વમાં પુરુષ મતદાતાઓ જેટલું જ યોગદાન આપે તે જરૂરી છે. મહિલાઓ આગળ આવીને સક્રિય રીતે લોકશાહીના આ મહાપર્વમાં અચૂક સહભાગી થાય તે જરૂરી છે. મહિલાઓ ચૂંટણીના દિવસે સહપરિવાર મતદાન કરવા જાય તે સુનિશ્ર્ચિત કરવા માટે આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, જિલ્લાના અન્ય વિવિધ સ્થળોએ પણ વિવિધ અધિકારીઓની ઉપસ્થિતિમાં મહિલાઓની લોકશાહીમાં ભાગીદારી વધે તે માટે ‘અવશ્ય મતદાન કરીએ’, ‘અવસર લોકશાહીનો’ વગેરે સ્લોગન દર્શાવતી મહેંદી હાથમાં મૂકી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj