ગુજરાતની જેમ ઉતરપ્રદેશના રાજપૂત વર્ચસ્વવાળા ક્ષેત્રોમાં પણ ભાજપની ટિકીટમાં આ સમુદાયની હીસ્સેદારી ઘટી

પશ્ચિમ ઉતરપ્રદેશ સુધી પહોંચ્યો રૂપાલા વિવાદ! અનેક બેઠકો પર અસર

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 18 April, 2024 | 10:35 AM
◙ સ્થાનિક સ્તરે રાજપૂતને બદલે ગુર્જરને વધુ મહત્વ અપાતા અસંતોષ તો હતો જ હવે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવારે કરેલા વિધાનો પણ અહી પરંપરાગત ભાજપના ટેકેદાર રાજપૂત સમુદાયમાં નારાજગી
સાંજ સમાચાર

◙ રાજપૂત વર્ચસ્વવાળી બેઠક પર અન્ય સમુદાયને ટિકીટ: અગ્નિવીર યોજનાનો પણ વિરોધ

◙ રાજપૂત અને ગુર્જર સમુદાયના ભાજપના જ બે નેતા સામસામા: યોગીએ દરમ્યાનગીરી કરવી પડી

◙ 10% રાજપૂત મતદારો ધરાવતી કઈ કઈ બેઠક પર અસર!

◙ ગૌતમબુદ્ધનગર, ગાઝીયાબાદ, સરહાનપુર, મીરત, કૈરાના, મુજજફરનગર, બાગપત, બિજનોર, નગીના, અમરોહા, મુરાદાબાદ, સંબલ, અલીગઢ, હાથરસ, મથુરા, આગ્રા, ફતેહપુર સિક્રી

રાજકોટ: ગુજરાતમાં હોટટોપીક બની રહેલી રાજકોટ લોકસભા બેઠકમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે કરેલા વિધાનોનો પડઘો ફકત ગુજરાત જ નહી દેશભરમાં પડી રહ્યા છે અને તેથી જ હવે રૂપાલા પર તેમની ઉમેદવારી પાછી ખેચવા માટે દબાણ આવ્યુ હોવાનું માનવામાં આવે છે.

ખાસ કરીને ભાજપ મોવડીમંડળને પાડોશી રાજસ્થાનની એક ઉતરપ્રદેશ-રાજપૂત સમાજ દ્વારા ભાજપના બહિષ્કારનો પવન ચાલુ થયો છે તેની અસર વધુ ચિંતા કરાવે છે. પશ્ચિમ રાજસ્થાનથી લઈને પશ્ચિમ ઉતરપ્રદેશમાં મતોનું ગણીત યોગ્ય કરવા ભાજપે જાટ અને ગુર્જર સમુદાયને સાથે રાખવા અનેક રાજકીય નિર્ણયો લીધા છે.

જેમાં રાષ્ટ્રીય લોકદળને એનડીએમાં જોડવા માટે ચૌધરી ચરણસિંઘને ભારતરત્ન આપવા સહિતના નિર્ણયો લીધા પણ રૂપાલા વિવાદ પક્ષને અહી પણ પરેશાન કરી રહ્યા છે. રાજપૂતોએ જે રીતે ભાજપ સામે બળવાની સ્થિતિ બનાવી છે તે ગુજરાતમાં અને અન્ય રાજયોમાં વિપક્ષને પણ અચાનક જ ચૂંટણીમાં મદદ કરી રહી છે.

ખાસ કરીને પશ્ચિમ ઉતરપ્રદેશમાં ભાજપના બે અગ્રણી સંગીત સોમ અને સંજીવ બલીયાન વચ્ચે આ ફોલ્ટલાઈન મુદે જબરી કડવાશની સ્થિતિ સર્જે છે. આ ક્ષેત્રમાં મુસ્લીમ અને શેડયુલ કાસ્ટ બાદ રાજપૂત એ સૌથી મોટો સમુદાય છે અને તે ગૌતમ બુદ્ધનગર, ગાઝીયાબાદ, સરહાનપુર, મીરત કૈરાના, મુજજફરનગર, બાગપત, બિજનોર, નગીના, અમરોહા, મોરદાબાદ, સંભલ, અલીગઢ, હાથરસ, મથુરા, આગ્રા અને ફતેહપુર સિક્રી બેઠકોમાં રાજપૂત મતદારોની સંખ્યા 10% કે તેથી વધુ છે.

રાજપૂતો દશકાઓથી ભાજપને વફાદાર રહ્યા છે પણ ટિકીટમાં આ સમુદાયનો હીસ્સો સતત ઘટી રહ્યા છે અને પશ્ર્ચીમ ઉતરપ્રદેશમાં ફકત એક જ ટિકીટ અપાઈ છે. જેની સામે ગાઝીયાબાદમાં જનલ વી.કે.સિંઘને પડતા મુકાયા છે જે પરંપરાગત રાજપૂત બેઠક છે તથા એક બનીયા (વાણીયા) સમુદાયના એ.કે.ગર્ગને ટિકીટ આપી છે.

હવે આ ક્ષેત્રમાં ભાજપના જ સંગીત સોમ જે રાજપૂત સમુદાયના છે અને સંજીવ બલીયાન જે જાટ સમુદાયના છે તેઓ સામસામા આવી ગયા છે અને ભાજપ મોવડીમંડળને તેની નોંધ લેવી પડી છે અને નેતાઓને હાલમાં જ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ એ બોલાવીને એક બીજા સામે નિવેદન નહી કરવા સલાહ આપી હતી. સંજીવ બલીયાન સામે જાટ સમુદાયને ખુશ કરવા રાજપૂતને નજરઅંદાજ કરવાની ફરિયાદ છે.

તેઓને રાજપૂત ક્ષેત્રમાં પ્રવેશબંધી જેવી સ્થિતિ છે અને એક સ્થળે તેના કાફલા પર પત્થરમારો પણ થયો હતો અને તેના માટે તેઓએ સંગીત સોમના ટેકેદારો પર આરોપ મુકયો હતો તો સંગીત સોમ વળતો જાતિવાદનો આરોપ મુકે છે.

મુજજફરનગરમાં રાજપૂત-જાટ આજે સમાન મતદારો ધરાવે છે અને જો રાજદૂતો અહી ભાજપનો બહિષ્કાર કરે તો આ બેઠક ગુમાવવી પડે તેમ છે. આ સમુદાય આકરા મૂડમાં છે અને ભાજપ તેને આ રીતે નોમીનેશન મીટાવી દે તે સ્વીકારતા નથી.

ખાસ કરીને જનરલ વી.કે.સિંઘની ટિકીટ કાપી કાલે બીજાની કાપશે તેવો ભય છે અને હવે રૂપાલા વિધાનોએ અહી પણ બળતામાં ઘી હોમ્યુ છે. આજ રીતે ગૌતમબુદ્ધનગરમાં જયાં સૌથી વધુ રાજપૂત મતદારો છે. અહી ભાજપના જ નેતા અને પુર્વ મંત્રી મહેશ શર્માએ સમ્રાટ મિહિરનું ભોજનું મ્યુઝીયમના પ્રારંભ સમયે તેને ગુર્જર ગણાવ્યા જયારે તેમાં રાજપૂત હતા. જો કે રાજપૂતને શાંત કરવા રાજનાથસિંઘ અને યોગી આદીત્યનાથે રેલી યોજી હતી અને હજુ યોગી અહી રાજપૂત ક્ષેત્રમાં વધુ રેલી યોજી રહ્યા છે.

અહી રાજપૂતના 144 ગામોમાં ‘સોલ્જર ફેકટરી’ તરીકે ઓળખાય છે જયાંથી સૈન્ય અને અર્ધલશ્કરી દળોમાં સૌથી વધુ જવાનો ભરતી થાય છે જે ભાજપના મતદારો છે પણ તેઓ અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને અહી સૈન્ય ભરતીમાં ઘટાડો થયો છે જે મતો ભાજપ વિરોધ જઈ શકે છે અને રાજપૂત સમુદાય હવે વળતી લડાઈ આપવા તૈયાર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj