રાજકોટ લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવાર યથાવત રાખ્યા

વિવાદ વચ્ચે શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવતા રૂપાલા

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 16 April, 2024 | 11:28 AM
♦ કેસરીયો રોડ-શો, પુર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિતના અગ્રણીઓ જોડાયા: શુભમુર્હુતમાં ફોર્મ ભર્યુ: હવે ક્ષત્રિય સમાજના પ્લાન ‘બી’ પર નજર
સાંજ સમાચાર

♦ હવે રૂપાલા-ધાનાણીની ફાઈટ નિશ્ચિત: રાજકોટ બેઠક પર સમગ્ર ગુજરાતની નજર હશે: રસપ્રદ જંગ

રાજકોટ: ગુજરાતમાં સૌથી ચર્ચાસ્પદ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર આજે ક્ષત્રિય સમાજના જબરા વિરોધ વચ્ચે પણ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ જબરો રોડ-શો-શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે અત્યંત અપમાનજનક વિધાનો કર્યા બાદ માફી માફીના લાંબા દૌરમાં પણ ગઈરાત્રી સુધી સમાધાનના પ્રયાસો નિષ્ફળ નિવડયા હતા.

ભાજપે પણ ક્ષત્રિય સમાજની રૂપાલાની ટિકીટ રદ કરોની ક્ષત્રિય સમાજની માંગણી ફગાવીને તેમને ઉમેદવાર તરીકે યથાવત રાખતા આજે તેઓએ રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવારી નોંધાવતા હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યા છે. આજે રૂપાલાએ જાગનાથ મંદિરે દર્શન કર્યા બાદ રોડ-શોનો પ્રારંભ કર્યો હતો. જેમાં પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી- ભાજપ પ્રદેશ શહેર પ્રમુખ મુકેશ દોશી પણ જોડાયા હતા.

કેસરી સાડીમાં સજજ બહેનો તથા સાફામાં સજજ ભાજપના કાર્યકર્તાઓ અને ટેકેદારોના જબરા સમૂહ સાથે રૂપાલાએ રોડ-શો કર્યા હતા અને બહુમાળી પાસે જાહેરસભાને સંબોધીત કરીને રાજકોટમાં તેમના પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બપોરે વિજય મુર્હુતમાં રૂપાલાએ તેમના પાંચ ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવતા હવે આ એક તબકકો પુરો થયો છે અને હવે ક્ષત્રિય સમાજ કેવું વલણ લે છે તેના પર સૌની નજર છે.

છેલ્લા કેટલાક દિવસથી પરસોતમભાઈ રૂપાલાના રાજકોટ સહિતના કાર્યક્રમોનું ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન પણ થયા હતા જયારે મોદી પરિવારના કાર્યક્રમનું ક્ષત્રિય સમાજ જે રીતે રૂપાલાની ટિકીટ સામે વિરોધ કર્યો તે અંગે પણ ભાજપનું મોવડીમંડળ ચિંતીત હતું અને ગાંધીનગરથી સમાધાનના પ્રયાસો થયા હતા.

પરંતુ ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકીટ રદ ન થાય તો કોઈ સમાધાનનો ઈન્કાર કરતા અંતે ભાજપે પડયા તેવા દેવાશે તે નિતી અપનાવીને પરસોતમ રૂપાલાને ફોર્મ ભરવા માટે લીલીઝંડી આપી દીધી હતી અને આજે શક્તિપ્રદર્શન પણ કર્યુ હતું. જેમાં રાજકોટ શહેરમાંથી ભાજપના કાર્યકર્તાઓને મહતમ સંખ્યામાં આવવા પણ સૂચના અપાઈ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj