રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ વચ્ચે પણ ભાજપે મચક ન આપી: રાજકોટના ઉમેદવાર યથાવત

ક્ષત્રિય સમાજને મોટુ મન રાખવાની અપીલ સાથે રૂપાલાની ઉમેદવારી

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 16 April, 2024 | 02:57 PM
♦ રાજકોટમાં ભાજપે શક્તિ પ્રદર્શન કર્યું: બહુમાળી ભવન ખાતે સભાને સંબોધન: હવે વ્યાપક વિરોધ ચલાવી રહેલા ક્ષત્રિય સમાજ પર નજર
સાંજ સમાચાર

♦ રાષ્ટ્ર હિત અને રાષ્ટ્રના વિકાસ માટે અમને ક્ષત્રિય સમાજના સહકારની જરૂર છે: રૂપાલાએ હાજર રહેનાર ક્ષત્રિય આગેવાનોનો આભાર પણ માન્યો

રાજકોટ, તા.16
લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ વિવાદીત બની ગયેલી રાજકોટ સંસદીય બેઠક પર આજે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજના ભારે વિરોધ વચ્ચે પોતે ઉમેદવારી નોંધાવીને એક તરફ જણાવ્યું હતું કે ભાજપ જે વાયદાઓ કરે છે તે પૂરા કરે છે, તો બીજી તરફ તેમણે ક્ષત્રિય સમાજને મોટુ મન રાખીને તેમને મત આપવા અપીલ કરી હતી.

ગત રવિવારે રાજકોટમાં મળેલા ક્ષત્રિય સમાજના સંમેલનમાં જે રીતે રૂપાલાએ કરેલા વિધાનો સામે જબરદસ્ત આક્રોશ વ્યકત કર્યો તે પછી પણ ભાજપે રાજકોટ લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવાની ક્ષત્રિય સમાજની માંગણી ફગાવી હતી અને આજે રાજકોટમાં ભારે શક્તિ પ્રદર્શન રૂપાલાએ 11-30 કલાકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

આ પૂર્વે બહુમાળી ભવન ખાતે તેઓએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે મારે ક્ષત્રિય સમાજના સાથ અને સહકારની જરૂર છે અને આશા છે કે ક્ષત્રિય સમાજ મોટુ મન રાખશે. રૂપાલાએ તેમના પ્રવચનમાં ગઇકાલના મોરબીના કાર્યક્રમનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે જે લોકો આવ્યા હતા તે તો મત આપશે જ. પરંતુ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. આ પૂર્વે રુપાલાએ જાગનાથ મંદિરે દર્શન કર્યા બાદ મીની રોડ શો પણ કર્યો હતો અને બહુમાળી ભવન ખાતે સભા સંબોધીને બાદમાં કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા પહોંચી ગયા હતા. જેમની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જોડાયા હતાં.

પરસોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે મને આશિર્વાદ આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોને મારી વિનંતિ છે કે ભાજપને મત આપવાનું અભિયાન ચલાવજો. તેઓએ ક્ષત્રિય સમુદાય માટે રાષ્ટ્ર હિત માટે ઉપસ્થિત રહી સહકાર આપવા સૌ ક્ષત્રિય સમાજના આગેવાનોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ અને અમને ક્ષત્રિય સમાજના સહકારની જરૂર છે. આ પૂર્વે તેઓએ રાજકોટમાં રેલી યોજી હતી અને સૌનું અભિવાદન ઝીલ્યું હતું. 

રૂપાલાનું નામાંકન, ભાજપનું શક્તિ પ્રદર્શન : આજે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના દિજ્જગ નેતા પરષોત્તમ રૂપાલાએ ઉમેદવારી નોંધાવવા પૂર્વે જબરો માહોલ સર્જાયો હતો. શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલ જાગનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રોડ શોમાં જોડાયા હતાં. રોડ શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સાંસદ કુંડારિયા, સાંસદ મોકરિયા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરત બોઘરા, ધારાસભ્ય તિલારા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી જોડાયા હતા. હજારોની સંખ્યા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રૂપાલાએ રોડ શો યોજ્યો અને ત્યારબાદ બહુમાળી ચોક પાસે સભા સંબોધી હતી. રોડ શો દરમ્યાન કાર્યકરોએ ફટાકડા ફોડયા હતા, મહિલાઓએ કેસરી સાફા પહેરી ગરબા લીધા. ત્યારબાદ પાંચ પાંચ આગેવાનો સાથે ફોર્મ ભરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. (તસવીર : દેવેન અમરેલિયા, પંકજ શિશાંગીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj