અમરેલીની એસ. એચ. ગજેરા સ્કુલના વિદ્યાર્થીઓએ કરાટે બેલ્ટ ગ્રેડેશન પરીક્ષામાં સફળતા મેળવી

Local | Amreli | 04 May, 2024 | 01:56 PM
સાંજ સમાચાર

અમરેલી, તા.4
શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા ખાતે કરાટે બેલ્ટ ગ્રેડેશન એકઝામનું આયોજન કરવામાં આવેલ હતું. જે એકઝામ ગુજરાત વાડો કાઈ કરાટે ડુ એસોસિએશનના ટેકનીકલ ડાયરેકટર સેન્સે રણજીત ચૌહાણ દ્વારા એકઝામ લેવામાં આવી હતી. જેમાં સંસ્થાના અંગ્રેજી માઘ્યમ અને ગુજરતી માઘ્યમના ર0 બાળકોએ કરાટેની અલગ-અલગ બેલ્ટની એકઝામ પાસ કરી ગ્રીન,બ્લ્યુ, ઓરેન્જ,વ્હાઈટ,યેલો બેલ્ટ પ્રાપ્ત કરી સંસ્થા તથા અમરેલીજિલ્લાનું નામ રોશન કર્યું હતું.

જેમાં રામાણી ભકિત (બ્લુ બેલ્ટ), દવે મૈત્રી(બ્લુ બેલ્ટ),બસન રિદ્વિ(ગ્રીન બેલ્ટ), ગઢિયા વૃષ્ટિ (બ્લુ બેલ્ટ), હીંગુ પ્રાચી (ગ્રીન બેલ્ટ),બસન જયમિનસિંહ (ગ્રીન બેલ્ટ), માંડલિયા ઉચિત (ગ્રીન બેલ્ટ), દોશી સુજલ(ગ્રીન બેલ્ટ), પરમાર દેવરાજ(ગ્રીન બેલ્ટ), વાટલિયા જલધી(ઓરેન્જ બેલ્ટ), સોલંકી કાવ્યા (ઓરેન્જ બેલ્ટ),દવે કૃપા (ઓરેન્જ બેલ્ટ), હિરપરા માનશુ (યલો બેલ્ટ), જેઠવા ધર્મ (યલો બેલ્ટ), જેઠવા વંશ (યલો બેલ્ટ), હીંગુ સાચી (વ્હાઈટ બેલ્ટ),  રામાણી યાજ્ઞા (વ્હાઈટ બેલ્ટ), ગંગાજળીયા આર્વી પાડા યુવરાજ (વ્હાઈટ બેલ્ટ) મેળવ્યા હતાં.

વિદ્યાર્થીઓએ ઘનિષ્ઠ તાલીમ મેળવીને આ પરીક્ષા પાસ કરી હતી. સંસ્થામાં વિવિધ રમતોમાં, અને ખાસ બેહેનોને સેલ્ફ ડિફેન્સમાં (સ્વ-રક્ષણ) ઉતમ ટ્રેનિગ આપવામાં આવે છે. જેના પરિણામ સ્વરૂપે આ ખેલાડીઓએ સફળતા પ્રાપ્ત કરેલ છે.ખેલાડીઓની આ સફળતા માટે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, મંત્રી ચતુરભાઈ ખુંટ, કેમ્પસડાયરેકટર વસંતભાઈ પેથાણી તથા કોચએ પરીક્ષાામાં સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj