ફેસબુક પ્લેટફોર્મ ઉપર હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર

Local | Surendaranagar | 15 April, 2024 | 12:58 PM
સાંજ સમાચાર

વઢવાણ તા.15
પો.ઈ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ સોશ્યલ મીડીયામાં હથીયાર સાથે ફોટો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પકડી પાડી ફોટો અપલોડ કરનાર મજકુર ઈસમનું નામઠામ પુછતા પોતે પેતાનું નામ ગોમાલભાઈ છગનભાઈ દેગામા (ત.કોળી) ઉ.31 ધંધો ખેતીકામ રહે. મોરથળા તા.થાનગઢ જી.સુ.નગર વાળા હોવાનું જણાવેલ તેમજ પોતે ફોટામાં ધારણ કરેલ હથીયાર પોતાના સગા કાકા ચતુર ઉર્ફે સતીષભાઈ નાગજીભાઈ દેગામા જાતે ત.કોળી રહે. મોરથળા તા.થાનગઢ જી. સુ.નગર વાળાનું પરવાના વાળુ હથીયાર હોવાનું જણાવેલ.

જેથી સદરહું ઈસમ ગોપાલભાઈનાઓ હથીયારનો પરવાનો ધરાવતા ન હોવા છતા તેમજ પરવાના ધારક ચતુર ઉર્ફે સતીષભાઈએ પોતાનું પરવાનાવાળુ હથીયાર આ ગોપાલભાઈનાઓને કબજામાં રાખવા માટે આપેલ અને ગોપાલભાઈએ હથીયારથી ફેસબુક ઉપર હથીયાર સાથે ફોટો અપલોડ કરેલ હોય જેથી મજકુર ઈસમ ગોપાલભાઈ છગનભાઈ દેગામા ત.કોળી ઉ.31 ધંધો ખેતીકામ રહે. મોરથળા તા.થાનગઢ, જી.સુ.નગર વાળાને ધોરણસર અટક કરવામાં આવેલ છે.

બંને આરોપી ગોપાલભાઈ છગનભાઈ દેગામા જાતે ત.કોળી રહે. મોરથળા તા.થાનગઢ જી.સુ.નગર તથા પરવાના ધારક ચતુર દેગામા જાતે કોળી રહે. મોરથળા તા.થાનગઢ જી.સુ.નગર વાળા ઉપર થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબનો આર્મ્સ એકટ ક.25 (1-બી) એ 29 (બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj