ગેંગ કેસ તથા ઘરફોડ ચોરીના કામે નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસઓજી સુરેન્દ્રનગર

Local | Surendaranagar | 15 April, 2024 | 01:07 PM
સાંજ સમાચાર

વઢવાણ તા.15
 પો.ઈન્સ. એચ.જે. ભટ્ટના માર્ગદર્શન હેઠળ બાતમી હકીકત મળેલ કે લીંબડી પોલીસ સ્ટેશન ગુઈ 2022/0029 નં.2 પી કો.કલમ 454, 457, 380 તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ગુઈ 11211016230036 નં.2 પી 401 કલમ કો.ના કામે નાસતો ફરતો આરોપી અરૂણભાઈ વજુભાઈ વિરમગામીયા સુ.નગર બસ્ટેન્ડ પાસે કોઈ વાહનની રાહ જોઈને ઉભો છે તેવી ચોકકસ બાતમી મળતા જગ્યાએ તપાસ કરતા મજકુર ઈસમ મળી આવતા પકડી પાડી ઈસમની પુછપરછ કરતા પોત પોતાનું નામ અરૂણભાઈ વજુભાઈ વિરમગામીયા ઉ.40 રહે. ન્યુ રાણીપ, ખોડીયાર માતાના મંદિર સામે આશ્રય-9 એચ 701 અમદાવાદ મુળ રહે. કંકાવટી ધ્રાંગધ્રા જી.સુ.નગર વાળા હોવાનું જણાવેલ અને પોતે છેલ્લા બે વર્ષથી ઉપરોકત ગુનાના કામે નાસતા ફરતા હોવાની કબુલાત કરતા મજકુર ઈસમને સીઆરપીસી 41 (1) આઈ મુજબ ધોરણસર અટક કરી વધુ તપાસ અર્થે બી ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj