જામનગરમાં સંતો અને નેતાઓએ સવારમાં જ કર્યુ મતદાન

Local | Jamnagar | 07 May, 2024 | 03:09 PM
સાંજ સમાચાર

જામનગર તા.7: જામનગર લોકસભા બેઠક ઉપર આજે શાંતિપૂર્વક રીતે મતદાન ચાલી રહ્યું છે. સવારે 7 થી 11ના સમયગાળા દરમ્યાન જામનગર શહેરમાં આવેલ જુદા-જુદા ધર્મસ્થાનોના સંતો-મહંતો  ઉપરાંત જાહેર જીવનના આગેવાનોએ મતદાન કરી લોકશાહી પ્રત્યેની ફરજ અદા કરી હતી. 

આજે મતદાનની ફરજ બજવનારમાં આણંદાબાવા સેવા સંસ્થાના મહંત દેવપ્રસાદજી, ખીજડામંદિરના શ્રી કૃષ્ણમણીજી, મોટી હવેલીના શ્રી વલ્લભરાયજી, રાજયસભા સાંસદ અને રિલાયન્સના ડાયરેકટર પરિમલભાઇ નથવાણી, સાંસદ અને ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ,   કેબીનેટમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેઘજી ચાવડા, રિવાબા જાડેજા, હેમંત ખવા, કોંગી ઉમેદવાર જે.પી.મારવીયા, પૂર્વ સાંસદ વિક્રમ માડમ, મેયર વિનોદ ખીમસુર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન નિલેશભાઇ કગથરા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઇ લાલ, શહેર ભાજપ પ્રમુખ ડો.વિમલ કગથરા, પૂર્વ મંત્રી આર.સી.ફળદુ, એસ.પી. પ્રેમસુખ ડેલુ, પૂર્વ ડે.મેયર પ્રવિણ માડમ, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ એડવોકેટ હિતેનભાઇ ભટ્ટ, એબીવીપીના પ્રદેશ અગ્રણી સમર્થ ભટ્ટ, લોહાણા અગ્રણી ભરતભાઇ મોદી, 85 વર્ષના એથ્લેટ મણીબેન વસોયા, હિન્દુ મહિલા અગ્રણી કાજલ હિન્દુસ્તાની અને પતંજલિના ક્ધવીનર પ્રિતિબેન શુકલ વિગેરેનો સમાવેશ થાય છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj