સુરત ગુરૂકુળના આંગણે બ્રહ્મ મહોત્સવની ઉજવણીમાં સંકીર્તન કરતા સંતો હરિભકતો

Local | Surat | 13 April, 2024 | 12:19 PM
સાંજ સમાચાર

સુરત,તા.13
 

એક સમયે શ્રીમદ ભાગવત ના રચયિતા શ્રી વ્યાસ ભગવાનને ઋષિમુનિઓએ પૂછ્યું કે ’સતયુગ, ત્રેતા , દ્વાપર અને કળિયુગમાં ઈશ્વરને પામવા માટે કયો યુગ શ્રેષ્ઠ છે ? , શ્રીવ્યાસ ભગવાને નદીમાં ડૂબકી મારી બહાર આવી કહ્યું "કલૌ કલૌ કલૌ ! " અર્થાત કળિયુગ . કળિયુગ બીજા યુગ કરતાં શ્રેષ્ઠ છે . આ યુગમાં થોડી આવરદાના સમયમાં માણસ સતયુગના જેવું કઠિન તપ, ત્રેતા યુગના જેવા યજ્ઞ યાગાદિક, દ્વાપર યુગના જેવી પ્રભુ સેવા કદાચ ન કરી શકે પરંતુ કળિયુગમાં થોડું નામ સંકીર્તન કરવામાં આવે તો પણ તેનું કલ્યાણ નિશ્ચિત થાય છે .

શ્રી વ્યાસ ભગવાનના કહ્યા અનુસાર શ્રી પ્રભુ સ્વામીએ  કહ્યું હતું કે અત્યારે માણસ માત્રની એક જ ઇચ્છા છે કે કેમ ઓછી મહેનતથી વધુ પૈસો મેળવી શકાય. એ રીતે મુમુક્ષુ ભક્તની પણ ઇચ્છા હોય છે કે કેમ જલ્દી કલ્યાણ મેળવી શકાય. અલ્પ સમય અને અલ્પ સાધનમાં શ્રેષ્ઠ ફળ આપનાર કળિયુગ છે . તેમાં પણ નવરાત્રીના દિવસો ભગવાનની આરાધના કરવા માટે ઉત્તમ મનાયા છે .

 સુરત ગુરુકુલમાં ચૈત્ર સુદ એકમથી નવમી દરમિયાન બ્રહ્મ મહોત્સવનું આયોજન ચાલી રહ્યું છે જેમાં મહિલા, પુરુષો તથા સંતો ભગવાનની સન્મુખ દરરોજ છ કલાક સંકીર્તન કરી રહ્યા છે. સુરત  ગુરુકુલ ઉપરાંત રાજકોટ ગુરુકુલ પરિવારના દેશ-વિદેશમાં વસતા લાખો ભાવિકો પોતાના ઘરે પણ ભગવાનને હિંડોળા -ઝુલામાં પધરાવી સંકીર્તન સાથે ઝુલાવી ખરા અર્થમાં ચૈત્ર નવરાત્રી ઉજવી રહ્યા છે . 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj