શાપરના સિરપ કાંડમાં દસ મહિનાથી ફરાર રાજકોટનો સલીમ કાણીયા ઝબ્બે

Crime | Rajkot | 23 April, 2024 | 12:31 PM
શાપરમાંથી બનાવટી સિરપ બનાવવાની આખી ફેક્ટરી ઝડપાઇ હતી
સાંજ સમાચાર

(મિલન મહેતા દ્વારા)
શાપર, તા.23

શાપરના સિરપ કાંડમાં દસ મહિનાથી ફરાર રાજકોટનો સલીમ કાણીયા (રહે. બજરંગ વાડી, મોમીનનગર, શેરી નં.10, રાજકોટ) પોલીસના હાથે પકડાઈ ગયો છે.

શાપર ગોડાઉનમાંથી ઝડપાયેલા નકલી સિરપની ફેકટરીના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી સલીમ બચુ કાણીયા રાજકોટના બજરંગવાડી વિસ્તારના મોમીનનગરનો રહેવાસી હતો. જે છેલ્લા 10 માસથી ફરાર હતો. જે શાપરના પારડી ગામ પાસે હોવાની બાતમી મળતા રુરલ એલસીબીના પોલીસમેન અબ્બાસભાઈ ભારમલ અને એએસઆઈ બ્રિજરાજસિંહ જાડેજાને મળતા પીઆઈ વી.વી.ઓડેદરા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ બાલકૃષ્ણ ત્રિવેદી, અમિતસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ રાઠોડ સહિતના સ્ટાફે સિરપ પ્રકરણમાં ફરાર સલીમ બચુ કાણિયાને ઝડપી લઈ શાપર પોલીસને હવાલે કર્યો હતો. સલીમ કાણિયા અગાઉ જામનગરમાં હત્યાના પ્રયાસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj