નવી દિલ્હી,તા.9
અગાઉ વારસા કરને લઈને હવે ભારતીય લોકોને લઈને વંશીય ટિપ્પણી કરવા બદલ ઈન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસના પુર્વ ચેરમેન સામ પિત્રોડા સામે હવે ગાંધી કુટુંબના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ ભડકયા છે. તેમણે સામ પિત્રોડાની ટિપ્પણીને બકવાસ ગણાવી હતી.
પોતાના બેજવાબદાર નિવેદનોને લઈને કોંગ્રેસને ક્ષોભમાં મૂકનાર સામ પિત્રોડાએ ઈન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ રાજીનામું આપી દેવું પડયું છે. રોબર્ટ વાડ્રાએ સામ પિત્રોડા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે જયારે આપ આ (ગાંધી) પરિવાર સાથે જોડાયેલા હો તો મોટી તાકાતની સાથે જવાબદારી પણ આવે છે.
આપે કોઈ પગલુ ભરતા પહેલા વિચારવું પડશે. સામ પિત્રોડાએ જે કહ્યું છે તેની સાથે બિલકુલ અસહમત છું. તેમની વાતો બકવાસ છે. જે વ્યક્તિ આટલી ભણેલ-ગણેલ હોય તે આવી વાત કેવી રીતે કરી શકે. તેઓ રાજીવ ગાંધીની ખૂબ જ નજીક હતા પણ તેમણે થોડું જવાબદાર થવું જોઈએ.
તેમના નિવેદનથી ભાજપને બિનજરૂરી મુદા મળી રહ્યા છે. વાડ્રાએ જણાવ્યું હતું કે હું કોઈને જવાબ આપવા માટે રાજનીતિમાં નથી આવવા માંગતો. હું દેશના લોકોની સેવા કરવા માંગુ છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy