ઉપલેટાના હડફોડીમાં ખેતરમાંથી ઢોરને કાઢતા વેપારી પર સમા બંધુનો કુહાડીથી હિંચકારો હુમલો

Local | Dhoraji | 06 May, 2024 | 12:00 PM
જાવીદભાઈ સમાની બાઈક આંતરી યાસીન અને આસીબ સમા તૂટી પડી ઢોર માર માર્યો: સારવારમાં ખસેડાયા: ઉપલેટા પોલીસે ગુનો નોંધ્યો
સાંજ સમાચાર

રાજકોટ, તા.6
ઉપલેટાના હડફોડીમાં ખેતરમાંથી ઢોર તગેડતાં વેપારી પર ગામના જ સમા બંધુએ કુહાડીથી હિંચકારો હુમલો કરતાં વેપારીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે ઉપલેટા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે ઉપલેટાના હડફોડીમાં રહેતાં જાવીદભાઇ ગુલામકાદર સમા (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે યાસીન યુનુસ સમા અને આસીબ યુનુસ સમા (રહે. બંને હાડફોડી  ઉપલેટા) નું નામ આપતાં ઉપલેટા પોલીસે આઇપીસી 324, 323, 504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ અનાજ કરીયાણાનો વેપાર કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારના નવેક વાગ્યે તેઓ તેના ખેતરે નિરણ લેવા માટે ગયેલ હતાં. ત્યાં ગામના યાસીન  સમાના ઢોર ગાય અને ભેસો તેઓના ખેતરમાં આવી ગયેલ જેથી ઢોર ખેતરમાંથી કાઢી નાખેલ અને યાસીન સમા પણ ત્યા હાજર હોય તેને કહયુ કે, તારા ઢોર મારા ખેતરમા ન આવવા દેવાનું કહેતાં તે હવે ઢોર તમારા ખેતરમાં નહી આવવા દેવુ કહીં તેના ઢોર લઇ જતો રહ્યો હતો.

બાદમાં સાંજના તેઓ બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે યાસીન સમા અને તેનો ભાઈ આસીબ સામો મળેલ અને તેના હાથમા કુહાડી હતી. બાદમાં તે ગાળો દેવા લાગેલ અને યાસીને કુહાડીનો ધા માથાના ભાગે ઝીંકી દિધો હતો. તેમજ આસીબે લાકડીથી ફટકારવા લાગ્યો હતો. ફરિયાદી રાડારાડી કરવાં લાગતાં બંને શખ્સો  ગાળો આપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી ઉપલેટા પોલીસે ગુનો નોંધી આરોપી સમા બંધુની શોધખોળ હાથ ધરી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj