રાજકોટ તા.27
દારૂ, મનીલેન્ડ, હથીયાર, ઘરફોડ ચોરી જેવા અઢળક ગુનામાં સંડોવાયેલા સમીર ઉર્ફે સલીમ જુણેજાને ભકિતનગર પોલીસે પાસા હેઠળ અમદાવાદ જેલ હવાલે કર્યો હતો.
આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને ચૂંટણી શાંતિપૂર્ણ યોજાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હથીયાર, મનીલેન્ડ તેમજ દારૂના ગુનામાં સંડોવાયેલા શખ્સોને પાસા હેઠળ જેલ હવાલે કરવા પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવે આપેલ સુચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ. સરવૈયાએ દારૂ, મનીલેન્ડ, હથીયાર, ઘરફોડ ચોરી સહિતના 13થી વધુ ગુનામાં સંડોવાયેલા સમીર ઉર્ફે સલીમ ઉર્ફે સલીયો ઉર્ફે કાતર આમદ જુણેજા (ઉ.23) (રહે. આનંદનગર કવાર્ટર નં.6, નિલકંઠ સીનેમાની સામે, મેઈન રોડ) સામે પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્ર્નરને મોકલાતા આરોપીને અમદાવાદ જેલ હવાલે કરવા હુકમ કરતા પોલીસે આરોપીને પકડી જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy