સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ પાટીદાર પ્રીમિયર લીગનું ધમાકેદાર આયોજન

Local | Rajkot | 19 April, 2024 | 04:09 PM
ગુજરાતની 64 ટીમ ભાગ લેશે: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના હસ્તે શુભારંભ થશે
સાંજ સમાચાર

રાજકોટ:તા 19 
રાજકોટના ઉપલા કાંઠે સંતશ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ પાટીદાર પ્રીમિયર લીગનું ધમાકેદાર આયોજન સાથે અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગ યોજાશે. આ ટુર્નમેન્ટમાં કુલ ગુજરાત ની 64 ટીમ રમશે. સાથે આ વખતે કંઈક નવા આઈપીએલ ફોર્મેટ સાથે અલ્ટ્રા પાટીદાર પ્રીમિયર લીગમાં 8 ફ્રેન્ચાઈસીસ ભાગ લેશે. જેમા સાવલિયા આઈ ચેલેન્જર્સ, આરવી એવિએટર, બાલાજી ટાઇટન્સ, એચ. આર. મેટલ કિંગ્સ, સિનોક્સ વોરિયર, આર. કે. શ્રીજી અવેન્જરસ, શ્રીજી મવડી જાયન્ટ્સ, વિશાલ વોરિયર 11 નો સમાવેશ થાય છે. 

આ ટુર્નમેન્ટ તા.20/04/24ને શનિવારે સાંજે 6 વાગ્યે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ અને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહીત સમાજના અગ્રણીઓ દ્વારા ખુલ્લું મુકવામાં આવશે.સતત સાત વર્ષથી ઉપલા કાંઠે પાટીદાર પ્રીમિયર લીગના નામથી સમાજના ખેલાડીઓ માટે આયોજન કરવામાં આવે છે.વિજેતા ટીમને અને રનર્સઅપ ટીમને રોકડ પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj