ગોંડલના ઘુડશીયા ગામના સરપંચ અશ્વિનભાઈ ઠુંમર પર હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

Crime | Rajkot | 26 April, 2024 | 12:12 PM
આરોપી ચિરાગ ભુવાને અન્ય ખેડૂત સાથે રસ્તા બાબતે તકરાર હોય, તે બાબતનો ખાર રાખી સરપંચને જમીન પર પછાડી ગળું દબાવી દીધું હતું
સાંજ સમાચાર

 રાજકોટ, તા.26
ગોંડલના ઘુડશીયા ગામના સરપંચ અશ્વિનભાઈ ઠુંમર પર હુમલો થયો હતો અને, જાનથી મારી નાખવાની ધમકી આવી હતી. આરોપી ચિરાગ ભુવાને અન્ય ખેડૂત સાથે રસ્તા બાબતે તકરાર હોય, તે બાબતનો ખાર રાખી સરપંચને જમીન પર પછાડી ગળું દબાવી દીધું હતું. સુલતાનપુર પોલીસ મથકે આ બાબતે આઇપીસી કલમ 323, 504, 506(2) મુજબ ચિરાગ સામે ગુનો નોંધાયો છે.

ફરિયાદી અશ્વિનભાઈ છગનભાઈ ઠુંમર (ઉ.વ.43)એ જણાવ્યું કે, હું ગોંડલ તાલુકાના ઘુડશીયા ગમે ખોડીયાર મંદિર પાસે મારા પરિવાર સાથે રહું છું. ખેતી કામ કરું છું. ધુડશીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે હોદ્દો ધરાવું છું. તા.24ના રાતે આઠેક વાગ્યા આસપાસ હું મારા ઘરે આવેલ અને ડેલી બહારથી જ પાછો અમારા ગામમાં આવેલ ખોડીયાર પ્રોવિઝન સ્ટોર પાસે બાકડામાં બેસેલ હતો અને ત્યાં મારા ગામના પરેશભાઈ ગજેરા તથા મનુભાઈ વઘાસીયા તથા વિઠ્ઠલભાઈ ઠુંમર, સુરેશભાઈ રૈયાણી એમ બધા રસ્તા બાબતે ચર્ચા કરવા ભેગા થયેલ.

ચર્ચા કરતા કરતા રાત્રીના પોણા નવેક વાગ્યે ગામના ચિરાગભાઈ નરેશભાઈ ભુવા ત્યાં આવેલ. મને કહેવા લાગેલ કે આઠ દિવસથી પાણી કેમ આવેલ નથી. તો મેં કહેલ કે, આગળ બીજા ગામમાં પાણીની લાઈનમાં ફોલ્ટ છે. મેં ઉપર વાતચીત કરેલ છે અને આવતીકાલે પાણી આવશે. ત્યાં તો તેણે મને જેમ મન ફાવે તેમ અપશબ્દો કહ્યા. પાછળથી આવીને બાંકડા ઉપર જ મને પકડી લીધેલ. મને પછાડી દીધેલ. મારું માથું નીચે કે પીઢીયામાં કેમ કરતા તેણે ભટકાવી દીધું એ મને ખબર નથી.

હું પડી ગયા બાદ ફરીથી બેઠો થવા જતાં તે મારી ગરદન ઉપર બે હાથ વડે ચોંટી ગયેલ. જોર જોરથી બોલવા લાગેલ હતો કે મારી નાખીશ તો આટલી વાર લાગશે. હાજર લોકોએ ચિરાગથી મારી ગરદન છોડાવેલ. બાદમાં તે તેનું મોટરસાયકલ લઈને જતો રહેલ. મને ચક્કર આવવા લાગતા ગામના ભવદીપભાઈ ગીરધરભાઈ ઠુંમર મારી કારમાં મને ગોંડલ સરકારી દવાખાને લઈ આવેલ. જ્યાં મારી સારવાર થઈ હતી.

આ બનાવ બનવાનું કારણ એ છે કે, આ ચિરાગ જેને જુના ખેતીવાડીનો માર્ગ બાબતે ગામમાં બીજા ખેડૂત સાથે રસ્તાની તકરાર હોય જેનો ખાર રાખીને તેણે 21/03/2024 ના સવારના મને ફોન કરી, ફોનમાં ખુન થશે, તારે પ્રેમથી જીવવું હોય તો મને ક્યાંય ભેગો ન થતો. આવી રીતે ધમકી આપેલ હતી પરંતુ મેં ત્યારે કોઈ ફરિયાદ કરેલ ન હતી પરંતુ આજે મારી ઉપર આ હુમલો કરી મને મારી નાખવાની ધમકી આપતા મેં તેના વિરુદ્ધ મારી ફરિયાદ લખાવેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj