સર્વોદય સ્કુલ પરિણામમાં અડીખમ

Local | Rajkot | 09 May, 2024 | 05:09 PM
કોમર્સમાં એ-1 ગ્રેડમાં 18 વિદ્યાર્થી, સાયન્સમાં અને ગુજકેટમાં પણ જવલંત રીઝલ્ટ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 9
રાજકોટની સર્વોદય સ્કુલનું ધો.12 સામાન્ય પ્રવાહનું 100 ટકા અને વિજ્ઞાન પ્રવાહનું 98.86 ટકા જેવું નોંધપાત્ર પરિણામ આવ્યું છે. જે બદલ આચાર્યા ગીતાબેન ગાજીપરા, મેનેજીંગ ડિરેકટર અક્ષભાઇ ગાજીપરા, કેમ્પસ ડિરેકટર શ્રુતી ગાજીપરા, એકેડેમી હેડ કમલેશભાઇ ત્રિવેદી અને શિક્ષક પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

સમગ્ર બોર્ડમાં સાતમા ક્રમે ભુત હેમાંગીએ 99.93 પીઆર, ટીલાળા પ્રિન્સીએ 99.84, ડોડીયા મીતે  99.80 સહિત 18 વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. 99 ઉપર 16, 95 ઉપર 45 અને 90 પીઆર ઉપર 70 વિદ્યાર્થી છે. વિષય ફર્સ્ટ કુલ 13 વિદ્યાર્થીમાં આંકડાશાસ્ત્રમાં 3, વાણિજય વ્યવસ્થામાં 3, એસપીમાં 6 અને નામામાં એક વિદ્યાર્થીને 100માંથી 100 ગુણ આવ્યા છે. 

વિજ્ઞાન પ્રવાહમાં 99 પર 1, 98 પર 6, 97 પર 9 અને 90 પીઆર ઉપર 26 વિદ્યાર્થી છે. સાયન્સમાં કોઠારીયા આસ્થા 99.63 પીઆર સાથે શાળા પ્રથમ અને ગુજકેટમાં 120માંથી 112.50 ગુણ સાથે સફળ થયા છે.

જેઇઇ  2024માં સોરઠીયા પાર્થએ 99.11 પીઆર મેળવેલ છે. સંસ્થાપક ભરતભાઇ ગાજીપરાના વિચાર મુજબ વિદ્યાર્થીઓ કોઇપણ ફેકલ્ટીમાં એકાગ્રતાપૂર્વક, વિષયના હાર્દ સમજીને અનુભવલક્ષી શિક્ષણ મેળવે તો તેઓ શ્રેષ્ઠતમ સફળતા જરૂર મેળવે છે. છેલ્લા 30 વર્ષથી આ શાળા વિદ્યાર્થીઓને ડોકટર, ઇજનેર, આઇટી, સીએ સહિતની કારકિર્દી સુધી પહોંચાડવામાં સફળ થઇ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj