(કૌશિકપરી ગૌસ્વામી) વિસાવદર, તા.24 વિસાવદર તાલુકા અને શહેરના લોકો ની વરસો જૂની માંગને ધ્યાન માં રાખી સુરત ડિવિઝન દ્વારા અડાજણ-સુરત-સતાધાર ની બસ શરૂ કરવમાં આવી હતી આ બસ અડાજણ થી સાંજે 4/45 ઉપડશે અને જે બીજા દિવસે સવારે 6/ કલાકે સતાધાર પહોંચશે જયારે તે બસ સતાધાર થી સાંજે 4/30 ઉપડસે અને વિસાવદર 4/45 પહોંચશે ત્યાંથી વાયા વેકરિયા, ધારી, અમરેલી,વડોદરા, સુરત થઈ અડાજણ પહોંચશે જેમાં વિસાવદર થી સુરતનું ભાડું 335 રૂપિયા થશે જે પ્રાઇવેટ વાહનો કરતા ઘણું ઓછું છે આ તકે વિસાવદર ના સામાજિક સંગઠનો અને હીરા ના વેપારીઓ દ્વારા બસ ને હારતોરા કરી અને બસના સ્ટાફ તેમજ મુસાફરોને પેંડા ખવડાવી ને બસ નું સ્વાગત કર્યું હતું. આ તકે વિસાવદર ટ્રાફિક કેન્ટ્રોલર મહેશભાઈ નિમાવત બસના ડ્રાઈવર ધર્મેશ ભાઈ ખુમાણ,ક્ધડકટર હિતેશભાઈ હિરપરા તેમજ ડાયમંડ એસોસિએશન ના પ્રમુખ વિજયભાઈ રિબડીયા,કાંતિભાઈ પાધડાળ, અસ્વીનભાઈ નિમાવત,કૌશિકપુરી ગૌસ્વામી, ભરતભાઈ ત્રિવેદી, ચંદ્રકાન્તભાઈ ખુહા,વિજયભાઈ સાવલિયા, દિલીપભાઈ ત્રિવેદી, ભીમજીભાઈ માથુકિયા, જયસુખભાઈ સાવલિયા,જગદીશ ભાઈ બરવાળીયા તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. આ બસનો લાભ વધુ માં વધુ લોકો લે તેવી સુરત ડેપોમેનેજર ચૌધરી દ્વારા જણાવ્યું હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy