ચૂંટણી પંચની ‘સુવિધા એપ્લિકેશન’માં ગોટાળા : વાહન પરમીટ નીકળતી જ નથી

Local | Rajkot | 23 April, 2024 | 05:04 PM
કોંગ્રેસના ચૂંટણી એજન્ટ કાનાબારનો આક્ષેપ : માન્ય રાજકીય પક્ષને એક મતદાર યાદી અપાઇ છે, બીજી જોઇએ તો રૂા. 6પ000 ચુકવવા ફરજીયાત
સાંજ સમાચાર

રાજકોટ, તા. 23
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને વાહનોની પરમીટ સહિતની સુવિધાઓ મેળવવામાં સરળતા રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા સુવિધા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પરંતુ આ સુવિધા એપ્લિકેશનમાં ગોટાળા રહેલા હોય, વાહનની પરમીટ કઢાવવા સહિતની સુવિધા મેળવવામાં ભારે હાડમારી પડી રહી છે. તેમ રાજકોટ લોકસભા બેઠકના  ચૂંટણી એજન્ટ પંકજભાઇ કાનાબારે જણાવ્યું હતું. 

તેઓએ જણાવ્યું હતું કે મતદાર યાદી માન્ય રાજકીય પક્ષોને એક એક નકલમાં આપવામાં આવે છે. પરંતુ જો બીજી નકલ મતદાર યાદીની જોઇતી હોય તો તેની કિંમત રૂા. 65000 નિયત કરવામાં આવેલ છે જેથી આ રકમ ચૂંટણી પંચને  ચૂકવવી ફરજીયાત છે.

તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો માટે તમામ વિધાનસભા વિસ્તારોની વાહન પરમીટ આપવી જરૂરી છે. પરંતુ આ પરમીટ મેળવવામાં ઉમેદવારોને અને તેમના પ્રતિનિધિઓને મુશ્કેલી પડી રહી હોય, આ બાબતે કાર્યવાહી કરવી આવશ્યક છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj