મિલ્કતોના જીઓ ટેગીંગની કામગીરીમાં ગોટાળા : રી-સર્વેના આદેશો

Local | Rajkot | 08 May, 2024 | 04:52 PM
એજન્સીએ સુપ્રત કરેલા લીસ્ટમાંથી 59 હજારથી વધુ પ્રોપર્ટી રીજેકટ : 1.97 લાખ ડેટા માન્ય : હજુ 1.83 લાખનું કામ બાકી : મનપા જાતે વેરીફીકેશન કરશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પુરા શહેરની મિલ્કતોના જીઓ ટેગીંગ કરવાની કામગીરી એજન્સી મારફત ચાલી રહી છે. ભુતકાળની જેમ આ મિલ્કતોની વિગતો ગુગલ મેપ સાથે ઓનલાઇન પર લેવા માટેની કામગીરીમાં ક્ષતિ હોવાની ફરિયાદો ચાલુ રહી છે. તાજેતરમાં રીજેકટ થયેલી મિલ્કતોનું લીસ્ટ કમિશ્નર પાસે મુકવામાં આવતા તેમને આવી મિલ્કતોના ફરી સર્વે માટે આદેશ આપ્યા છે.

મનપાએ ખાનગી એજન્સીને સાડા ચાર લાખ જેટલી પ્રોપર્ટીની યાદી આપી છે તેમાંથી બે લાખ જેટલી મિલ્કતોનું કામ ઓકે થયું છે. તો 60 હજાર જેટલી મિલ્કતમાં ફરી કામ કરવા જણાવાયું છે. 
મનપાની ટેકસ બ્રાંચમાંથી મળતી વિગતો મુજબ કોર્પોરેશનના આઇટી વિભાગ હેઠળ રાજકોટની તમામ મિલ્કતોના   જીઓ ટેગીંગનું કામ કરાઇ રહ્યું છે. આ મિલ્કતોની ભૌગોલિક સ્થિતિ, બાકી કરવેરાઓ, પાઇપલાઇન સહિતની જુદી જુદી સુવિધાઓ સાથેના મેપ બનાવવામાં આવી રહ્યા છે. આ ડેટા તૈયાર થાય એટલે માત્ર એક કલીક પર રાજકોટની કોઇ પણ મિલ્કતની હિસ્ટ્રી મનપા પાસે રહેશે. 

મ્યુનિ. કોર્પોરેશને રાજકોટના જુદા જુદા 18 વોર્ડની 44049ર મિલ્કતોનું લીસ્ટ ખાનગી સર્વે એજન્સીને આપ્યું હતું. આ પૈકી થયેલી કામગીરીમાંથી 197622 મિલ્કતોની જીઓ ટેગીંગની કામગીરી માન્ય રાખવામાં આવી છે તો 59517 પ્રોપર્ટીના ડેટા રીજેકટ કરવામાં આવ્યા છે. વોર્ડ નં.8માં સૌથી વધુ 16366 મિલ્કતનો ડેટા અમાન્ય કર્યો છે. અમીન માર્ગ, કાલાવડ રોડ સહિતના પોશ એરીયા આ વોર્ડ નં.8માં આવે છે તે ઉલ્લેખનીય છે. 

આ સિવાય રેલનગર, પોપટપરા સહિતના વોર્ડ નં.3માં 8788, જુના રાજકોટના વેપારી વિસ્તાર સહિતના વોર્ડ નં.7માં 5488, 150 ફુટ રોડ પર લાગુ સાધુ વાસવાણી રોડ સુધીના વોર્ડ નં.9માં 48ર6, કેનાલ રોડ, ગુંદાવાડી, સોરઠીયાવાડી સહિતના વોર્ડ નં.14માં 4713, આજી નદી કાંઠા આજુબાજુના વોર્ડ નં.1પમાં 4121 મિલ્કતનો ડેટા અમાન્ય રહ્યો છે. 

આમ જુદા જુદા 18 વોર્ડમાં કુલ 59 હજાર જેટલી મિલ્કતોનો રીપોર્ટ રીજેકટ થતા તેના ફરીથી ટેગીંગની કામગીરી કરવા સુચના આપવામાં આવી છે. હજુ 183803 મિલ્કતોની કામગીરી તો સંપૂર્ણપણે બાકી જ છે. ભુતકાળમાં કાર્પેટ એરીયા મુજબ કરવામાં આવેલી પ્રોપર્ટી સર્વેની મોટી કામગીરીમાં પણ અનેક ક્ષતિઓ સામે આવી હતી. તે વખતે પણ ફરી સર્વે થયા હતા. એજન્સીના કામ ઉપર મનપા જાતે ક્રોસ કામગીરી કરતી હતી. હવે જીઓ ટેગીંગનો ડેટા  ગુગલ મેપ સાથે જોડવાનો હોય, આ કામગીરી પણ મનપા ચોકસાઇથી કરે અને ક્રોસ કામગીરી પણ કરે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj