સેલ્ફ કાર ભાડે લઈ જઈ પડાવી લેવાનું કૌભાંડ મસમોટું: વધુ 1.69 કરોડની 20 કાર વેંચી નાખ્યાનો ધડાકો

Crime | Rajkot | 24 April, 2024 | 05:05 PM
કોઠારીયાના કાનજી ઉર્ફે આકાશ અને જામનગરના બિલાલની બેલડીએ વાહનોના ધંધાર્થીઓને વિશ્ર્વાસમાં લઈ કાર મેળવી વેંચી નાંખતા ’તા: ગઈકાલે 28 કાર પડાવી લીધાની ફરીયાદ નોંધાયા બાદ વધુ બે ગુના બેલડી સામે દાખલ થયાં: બંને શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા બાદ વધુ છેતરપીંડીના બનાવોના ભેદ ખોલવા સઘન પૂછપરછ
સાંજ સમાચાર

રાજકોટ. તા.24
રાજકોટમાંથી સેલ્ફ કાર ભાડે લઈ જઈ પડાવી લેવાના કૌભાંડનો પર્દાફાશ થયાં બાદ એક બાદ એક ફરિયાદી સામે આવી રહ્યા છે અને કરોડોનું મસમોટું કૌભાંડ બહાર આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોઠારીયાના કાનજી ઉર્ફે આકાશ અને જામનગરના બિલાલ શાહમદારને મોરબી પંથકમાંથી દબોચી લઈ કરોડો રૂપિયાની મોંઘીદાટ કાર કબ્જે કરી કરી છે.

જ્યારે બી. ડિવિઝન પોલીસ મથકમાં વાહનના ધંધાર્થી અને તેના મિત્ર વર્તુળ સાથે બેલડીએ 26 કાર લઈ જઈ રૂ.1.81 કરોડની છેતરપીંડીની આચર્યાની ફરિયાદ દાખલ થયાં બાદ ગાંધીગ્રામ પોલીસ મથકમાં રૂ.56 લાખની સાત કાર અને તાલુકા પોલીસ મથકમાં રૂ.1.13 કરોડની 13 કાર ની બેલડીએ છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની સઘન પૂછપરછ યથાવત રાખી છે.  

બનાવ અંગે 80 ફૂટ રોડ પર લક્ષ્મણ ટાઉનશીપમાં રહેતાં ઋષિલ હર્ષદભાઈ ઉનડકટે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગન પટેલ (રહે. કોઠારીયા ગામ પાસે, ખોડલધામ સોસાયટી ગેઇટ નં.2, કોઠારીયા રોડ) અને બિલાલ હસનશા શાહમદાર (રહે. જામનગર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને તેના પરિચયમ આવેલા આરોપી કાનજીએ તેના પરિચિત બિલાલને કાર ભાડે અપાવવાનું કહીં શરૂઆતમાં સમયસર ભાડું ચૂકવી બાદમાં તેમની સ્વીફ્ટ કાર રૂ. 6 લાખ, તેમજ તેમના મિત્રો અમીતભાઈ વાઘેલાની કીયા સેલટોસ કાર રૂ.10 લાખ, ચંદ્રજીતસિંહ પૃથ્વીસિંહ જાડેજાની થાર કાર રૂ. 9 લાખ, અમીતભાઇ વાઘેલાની થાર કાર રૂ. 10 લાખ, ભરતભાઇ પ્રભાતભાઇ ડાંગરની  સ્વીફ્ટ કાર રૂ.6 લાખ, તેમના ઓળખીતાઓની વર્ના કાર રૂ.10 લાખ અને બલેનો કાર રૂ. 5 લાખ મળી કુલ રૂ.56 લાખ ની 7 કાર પરત ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

જ્યારે આજીડેમ ચોકડી પાસે સત્યમ પાર્ક શેરી નં.1 માં રહેતાં મનોજભાઇ શૈલેષભાઇ મુંધવા  (ઉ.વ.26) એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ચા ની હોટલ ચલાવે છે. સાથે સાથે તેઓ ભાગીદારીમાં મવડી ચોકડી, ખોડીયાર હોટલ પાસે, 150 ફૂટ રીંગ રોડ, પર વાહન સેલ્ફ ભાડે આપવાનો ધંધો પણ કરે છે.
તેમની પાસેથી આરોપી કાનજી ઉર્ફે આકાશે બિલાલ શાહમદારને ભાડે કાર આપવાનું કહી પ્રથમ સમયસર ભાડા ચૂકવી બાદમાં તેમની અને તેના ભાગીદાર વિજયસિંહ મોહનસિંહ વાઘેલાની  સ્કોર્પિયો કાર રૂ.12 લાખ, સ્વીફટ કાર- 4 રૂ.27 લાખ, અર્ટીકા કાર રૂ. 8 લાખ, તેમજ અન્ય ધવલભાઇ મુકેશભાઇ સરધારાની ક્રેટા કાર રૂ.11 લાખ, થાર કાર રૂ.12 લાખ, બલેનો કાર રૂ.6 લાખ, વર્ના કાર રૂ.8 લાખ  તેમજ ભૌતિકભાઇ દિલીપભાઇ ટોળીયા અને તેમના મિત્ર કિશનભાઈ બાળાની સ્વીફટ કાર રૂ.6 લાખ, જયભાઇ બોરીચાની થાર કાર રૂ.12 લાખ અને ખોડુભાઇ વજુભાઇ માલાની થાર કાર રૂ.11 લાખ મળી કુલ રૂ.1.13 કરોડની 13 કાર પરત ન આપી છેતરપીંડી આચરી હતી.

બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એમ.જે.હુણ અને ટીમે બે દિવસ પહેલાં જ મોરબી વિસ્તારમાંથી કરોડોની કિંમતની 50 થી વધું કાર સાથે કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગન પટેલ અને જામનગરના બિલાલ શાહમદારને પકડી લીધાં હતાં. હજું પણ કાર પડાવી છેતરપીંડી આચર્યનો આંકડો વધવાની શક્યતા છે. ક્રાઇમ બ્રાન્ચે આરોપીની સઘન પૂછતાછ યથાવત રાખી છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj