ઢાંક તા.7
ઉપલેટા તાલુકાના ઢાંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વ. લીલાભાઈ નથુભાઈ કરોતરાની ત્રીજી પુણ્યતિથિએ મહા રકતદાન કેમ્પમાં 81 બોટલ રકત એકત્ર થયું હતું.
પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ રામ મેડીકલ કોલેજ બ્લડ બેંકના સહયોગથી મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
આ કેમ્પમાં માજી સરપંચ બદરૂભાઈ માંકડ, સહકારી મંડળીના પ્રમુખ જમનભાઈ ગેડિયા, ઢાંકના પત્રકાર ભુપતગીરી ગોસ્વામી, શાંતિલાલ પાનસેરીયા, દળુભાઈ ડાંગર, બટુકભાઈ કરોતરા, લાખાભાઈ કરોતરા, રામભાઈ કરોતરા સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહી કેમ્પ સફળ બનાવ્યો હતો. અંતમાં ગિગનભાઈ નથુભાઈ કરોતરાએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy