સૌરાષ્ટ્ર યુનિ.ની BCA સેમ-4ના ત્રણ પેપર લીક થયાનો આક્ષેપ થતા સનસનાટી

Local | Rajkot | 20 April, 2024 | 12:36 PM
પરીક્ષા પૂર્વે સોશ્યલ મીડિયામાં પેપર ફરતા થતા ખળભળાટ : વિદ્યાર્થી આગેવાનોનો યુનિ.માં મોરચો : યુનિ.ની આબરૂને બટ્ટો લગાડનારા સામે કડક પગલા લેવા યુનિ. સત્તાધીશોનો નિર્દેશ
સાંજ સમાચાર

રાજકોટ, તા. 20
સૌરાષ્ટ્ર યુનિ.ની બી.સી.એ. સેમ-4ની પરીક્ષાના ત્રણ પેપર પરીક્ષા પૂર્વે ફૂટી ગયાનો આક્ષેપ થતા ઉચ્ચ શિક્ષણ જગતમાં સનસનાટી મચી જવા પામેલ છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આજે યુનિ. ખાતે આધાર પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી તેમજ આગેવાનો દ્વારા આ મામલે યુનિ.માં મોરચો માંડવામાં આવેલ છે.

જોકે આ પ્રકરણમાં પેપર લીક થયાના આક્ષેપ યુનિ.ના સતાધીશો દ્વારા નકારી કાઢવામાં આવેલ છે તેમજ આ મુદે  કડક પગલા લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમ-4 પેપર લીક થયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરી જણાવાયું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજોમાં આ પેપર લેવામાં આવ્યું હતું. યુવરાજસિંહનો આરોપ છે કે પરીક્ષાનું પેપર 1 કલાક અગાઉથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએના સેમિસ્ટર-4માં 19 તારીખે સવારે 10.30 વાગ્યે પેપર હતું, ઓપરેટિંગ સિસ્ટમ કોન્સેપ્ટ્સ વિથ યુનક્સ/લિનક્સ જે લિક થયું હતું. યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે,9.30 વાગ્યે જ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટીમાઈઝ, 16 તારીખે જે પરીક્ષા હતી.

પ્રોગ્રામિંગ વિથ ઈ+ આ ટાઈમ ટેબલ પ્રમાણે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ કોલેજેમાં પરીક્ષા લેવાનાર હતી. તેના પણ પેપર લીક થયા હતા. આ સાથે યુવરાજસિંહ પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં ઉમેર્યું કે, વોટ્સએપમાં લખાણવાળા જે પ્રશ્નો ફરતા થયા છે, તેને અમે પેપરની સાથે મેચ કર્યા છે. લખાણમાં જે સ્પેલિંગ ભૂલો હતો તે જ પ્રિન્ટ થયેલા પેપરમાં પણ છે.

હું એમ નથી કહેતો કે આજનું પેપર લીક થયું. ગત રોજનું જે પેપર હતું તે પણ 9.32 મિનિટે સોશિયલ મીડિયાના વિદ્યાર્થીઓના ગ્રુપમાં શેર કરાયું હતું. અમે આજે વિદ્યાર્થી સંગઠનોને મળ્યા હતા, તેમના દ્વારા જ આ માહિતી આપવામાં આવી છે.

વિદ્યાર્થીઓની આ માહિતીને અમે સંપૂર્ણ રીતે ક્રોસ વેરિફાઈ કરી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ નાધેડી કોલેજના પ્રકરણ વખતે યુનિ. દ્વારા કડક પગલા લેવામાં આવેલ હતા. ત્યારે આ પ્રકરણમાં શું પગલા લેવાય છે ? તેની તરફ હવે ઉચ્ચ શિક્ષણ જગતમાં મીટ મંડાયેલ છે. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj