સેન્સેકસ ફરી 74,000ને પાર : વોડાફોનના નવા શેરોનું લીસ્ટીંગ : કોટક બેંકમાં 11%નો કડાકો

India, Business | 25 April, 2024 | 05:00 PM
વડાફોનમાં 400 કરોડથી વધુ શેરોનું ચિકકાર વોલ્યુમ : ઇન્વેસ્ટરોને કમાણી : સેન્સેકસમાં 600 પોઇન્ટનો ઉછાળો
સાંજ સમાચાર

રાજકોટ, તા.25
મુંબઇ શેરબજારમાં આજે તેજીનો દૌર ચાલુ રહેવા સાથે સેન્સેકસ ફરી 74000ની સપાટી કૂદાવી ગયો હતો. હેવીવેઇટ શેરોમાં ધુમ લેવાલીથી ઉછાળો નોંધાયો હતો. 
શેરબજારમાં આજે શરૂઆત નબળા ટોને રહ્યા બાદ હેવીવેઇટ સહિત તમામ શેરોમાં નીચા મથાળે ધુમ લેવાલી શરૂ થતા માર્કેટ ગ્રીન ઝોનમાં આવી ગયું હતું અને ઓલરાઉન્ડ ખરીદીનો દૌર ચાલુ જ રહેતા તેજી આગળ ધપવા લાગી હતી.

ભારતીય અર્થતંત્ર વિશે પ્રોત્સાહક સંકેતો કોર્પોરેટ ક્ષેત્રના અફલાતુન પરિણામો ચૂંટણી બાદ નવી સરકારમાં અનેક મહત્વના આર્થિક નિર્ણય થવાનો આશાવાદ સહિતના કારણો તેજીને ટેકારૂપ બન્યા હતા. જાણીતા શેરબ્રોકરના કહેવાના પ્રમાણે માર્કેટ તેજીના ઝોનમાં જ રહ્યું છે. પ્રિ-ઇલેકશન રેલી હોવાની છાપ છે.

શેરબજારમાં આજે વોડાફોનના નવા શેરોનું લીસ્ટીંગ થયું હતું. ઇન્વેસ્ટરોને નોંધપાત્ર કમાણી થઇ હતી. બીએસઇ તથા એનએસઇમાં 400 કરોડથી વધુ શેરોનું ચિકકાર લીસ્ટીંગ થયું હતું. બીજી તરફ કોટક મહિન્દ્રા બેંક સામે રીઝર્વ બેંકના પગલાની અસરે કડાકો સર્જાયો હતો. કોટક બેંકના શેરના ભાવમાં 11 ટકાનું ગાબડુ પડયું હતું.

હિન્દ લીવર, ટાઇટન જેવા અન્ય અમુક શેરો પણ નબળા હતા જયારે બજાજ ફિન્સ સર્વિસ, એચસીએલ ટેકનો. આઇસીઆઇસીઆઇ બેંક, ઇન્ડુસ ઇન બેંક, ઇન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહિન્દ્રા, નેસ્લે, એનટીપીસી, રિલાયન્સ, સ્ટેટ બેંક,  સનફાર્મા, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, એકસીસ બેંક, ડો. રેડ્ડી જેવા શેરોમાં ઉછાળો હતો.

મુંબઇ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્ષ 611 પોઇન્ટના ઉછાળાથી 74464 હતો જે ઉંચામાં 74571 તથા નીચામાં 73556 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 190 પોઇન્ટના ઉછાળાથી 22592 હતો જે ઉંચામાં 22625 તથા નીચામાં 22305 હતો. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj