સેન્સેકસ ગ્રીનઝોનમાં; નિફટી તથા મોટાભાગના શેરો ‘ડાઉન’: સાવચેતીનું માનસ

Local | Rajkot | 06 May, 2024 | 04:36 PM
સાંજ સમાચાર

રાજકોટ તા.6

મુંબઈ શેરબજારમાં અફડાતફડીના માહોલ વચ્ચે મીશ્ર વલણ રહ્યું હતું. આવતીકાલે ત્રીજા તબકકાના ચૂંટણી મતદાન તથા માર્કેટમાં ગેરરીતિ થઈ રહ્યાની ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની ચેતવણીથી માનસ સાવચેતીનું હતું.

શેરબજારમાં આજે શરૂઆત તેજીના ટોને થઈ હતી. ઉછાળે વેચવાલીથી માર્કેટ રેડઝોનમાં ઉતરી ગયુ હતું. પસંદગીના ધોરણે ફરી ધૂમ લેવાલી નિકળતા પુન: તેજીના માર્ગે દોડવા લાગ્યુ હતું અને અંતિમ તબકકામાં ફરી અટવાયુ હતું. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ત્રીજા તબકકાના ચૂંટણી મતદાન, વિદેશી સંસ્થાઓની એકધારી વેચવાલી, ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની ચેતવણી સહિતના કારણોથી ટોન સાવચેતીનો બન્યો હતો

આવતીકાલના મતદાનના આંકડાના આધારે માર્કેટમાં પ્રભાવ પડી શકે છે.શેરબજારમાં આજે ટેક મહિન્દ્ર, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક બેંક, મહીન્દ્ર, ટીસ્કો, બ્રીટાનીયા, ટીસીએસ, ટાટા મોટર્સ વગેરે ઉંચકાયા હતા. ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, મારૂતી, લાર્સન, રીલાયન્સ, સ્ટેટ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝ, ભારત પેટ્રો, આરઈસી, પાવર ફાઈનાન્સમાં ઘટાડો હતો.

મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 48 પોઈન્ટના સુધારાથી 73926 હતો તે ઉંચામાં 74359 તથ નીચામાં 73786 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 18 પોઈન્ટના ઘટાડાથી 22457 હતો તે ઉંચામાં 22588 તથા નીચામાં 22008 હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj