નવગામમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા સાત બાજીગરો ઝડપાયા

Local | Rajkot | 23 April, 2024 | 04:51 PM
બી ડિવિજન પોલીસે જુગારીઓ પાસેથી 1.8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
સાંજ સમાચાર

રાજકોટ તા.23

નવગામમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમતા સાત બાજીગરોને બી ડિવિજન પોલીસે પકડી પાડયા હતા.પોલીસે

જુગારીઓ પાસેથી 1.8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.બનાવની વિગત મુજબ બી ડિવિજન પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન  હેડ કોન્સ્ટેબલ કે. એન. જાડેજા, કોન્સ્ટેબલ વિશ્વજીતસિંહ ઝાલા, જયદીપસિંહ બોરાણા ભાનુશંકર પાંચલા, રાજદિપભાઈ પટગીર તથા જગદીશભાઈ વાંકને  બાતમી મળી હતી કે  નવાગામ બસ સ્ટેશન પહેલા એચ. એચ. ટ્રાન્સપોર્ટ સામે વર્લી મટકાનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે દરોડો પાડી તે સ્થળ પરથી  વિશાલ મનસુખભાઈ ઝાપડા (ઉ.વ.-23 રહે-નવાગામ આણંદપર), હરજી ભીમાભાઈ જોડા (ઉ.વ.-39 રહે-સાત હનુમાનજી મંદિર સામે દેવનગર ઢોરા મ.પા રામાપીરના મંદિર પાસે રાજકોટ), લખમણભાઈ તળશીભાઈ ધામેચા (ઉ.વ.-70  રહે-નવાગામ (આણંદપર) બસ સ્ટેશન સામે  શેરી નં.-05),

  જગાભાઈ ધરમશીભાઈ રાઠોડ  (ઉ.વ.-55 રહે- સાત હનુમાનજી મંદિર સામે દેવનગર), નિલેશભાઈ હરીભાઈ જોષી ( ઉ.વ.-55 રહે- નવાગામ (આણંદપર) શક્તિ સોસાયટી શેરી નં.-04 રાજકોટ), પનજીભાઈ ઓધવજીભાઈ વાડોલીયા ( ઉ.વ.-60રહે- જામનગર રોડ બજરંગ વાડી શેરી નં.-14), ફિરોજભાઈ અલાઉદ્દીનભાઈ ઘાડા ( ઉ.વ.-54 રહે- કોઠારીયા રોડ નિલકંઠ ટોકીઝ પાછળ ભરતવન સોસાયટી શેરી નં.-01 ) ને દબોચી લઈ પોલીસે જુગારીઓ પાસેથી 1.8 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj