મીચીસ રેસ્ટોરન્ટ, બીએનએસ ફૂડ એન્ડ હોસ્પીટાલીટી બિન હરિફ ફાસ્ટ ફૂડ સહિત ખાણીપીણીના સાત ધંધાર્થીઓને ત્યાં ફૂડ શાખાના દરોડા

Local | 16 April, 2024 | 04:26 PM
મીચીસ રેસ્ટોરન્ટમાંથી સાત કિલો અખાદ્ય નુડલ્સ-પાસ્તા, રાયસ અને બાફેલા સલાડનો નાશ કરાયો: બીએનએસ હોસ્પીટાલીટીમાંથી સાત કિલો ચીઝ ડીપ મન્ચુરીયન-ચીલી સોસનો નાશ કરાયો: સંજય ખમણ હાઉસમાંથી 6 કિલો લીલી ચટણી, બિન હરિફ ફાસ્ડ ફૂડમાંથી 4 કિલો ડેરી પ્રોડક્ટ, રાજમંત્ર કોલ્ડ્રીંક્સમાંથી 3 કિલો પ્રોઝન ફ્રુટ અને નવરંગ ડેરીમાંથી એક કિલો પડતર મીઠાઇનો નાશ કરવામાં આવ્યો
સાંજ સમાચાર

રાજકોટ, તા.16
 

રાજકોટ શહેરમાં હાલમાં ડબલ સીઝનના કારણે શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટી સહિતનો રોગચાળો પ્રસર્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલ ફાસ્ટ ફૂડ પાર્લર અને રેસ્ટોરન્ટોમાં ચકાસણીની કામગીરી હાથ ધરી હતી અને રાજકોટ શહેરના યુનિ. રોડ, મવડી રોડ, રૈયા રોડ, યાજ્ઞિક રોડ, મેહુલનગર તથા ઇન્દીરા સર્કલ પાસે આવેલા જુદા જુદા રેસ્ટોરન્ટ અને ફાસ્ટ ફૂડ પાર્લરોમાં ચેકીંગની કામગીરી હાથ ધરી યથાવત અખાદ્ય સામગ્રીનો નાસ કરી સંબંધીત હોટલ અને ફાસ્ટ ફૂડ પાર્લરના સંચાલકોને હાઇઝેનીક ક્ધડીશન જાળવવા નોટીસો ફટકારવામાં આવી હતી.

આ અંગેની મહાનગર પાલિકાની ફૂડ શાખામાંથી વધુ વિગતો મુજબ ફૂડ શાખા દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. રોડ અને ઇન્દીરા સર્કલ પાસે આવેલ મિચીસ રેસ્ટોરન્ડ એન્ડ ફાસ્ટ ફૂડમાં ચકાસણી હાથ ધરેલ હતી. ચકાસણી દરમ્યાન નુડલ્સ-પાસ્તા, રાયસ, બાફેલા સલાડ સહિત કુલ સાત કિલો અખાદ્ય જથ્થાનો નાસ કરવામાં આવ્યો હતો અને આ રેસ્ટોરન્ટને હાઇજેનીક કંડીશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી હતી.

આ ઉપરાંત સર્વેલન્સ ચેકીંગ દરમ્યાન સૌરાષ્ટ્ર યુનિ. રોડ પર આવેલ બી.એન.એસ. ફૂડ એન્ડ હોસ્પીટાલીટી સેફ ફેટ્સોમાં ફ્રીઝનું ચેકીંગ કરવામાં આવેલ હતું. આ ચેકીંગ દરમ્યાન એક્સપાઇરી ડેઇટનું ચીઝ ડીપ, મન્ચુરીયન તથા ચીલી સોસ વાસી અખાદ્ય જણાતા કુલ સાત કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ સંજય ખમણ હાઉસ નવલનગર-2, મવડી મેઇન રોડની તપાસ દરમ્યાન 6 કિલો જેટલી અખાદ્ય લીલી ચટણીનો નાશ કરાયો હતો. જ્યારે સદ્ગુરુ તીર્થધામ પાસે રૈયા રોડ પર આવેલ બીનહરિફ ફાસ્ટ ફૂડમાં પ્રિપેર્ડ ફૂડ તથા ડેરી પ્રોડ્કશનો 4 કિલો જેટલો અખાદ્ય જથ્થો નાશ કરાયો હતો. 

આ ઉપરાંત ડો. યાજ્ઞિક રોડ, રામકૃષ્ણ આશ્રમ પાસે આવેલ રાજમંત્ર કોલ્ડ્રીંક્સમાં ચેકીંગ દરમ્યાન સંગ્રહ કરેલ પડતર ફ્રોઝન ફ્રુટનો 3 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. જ્યારે નવરંગ ડેરી ફાર્મ, મેહુલનગર મેઇન રોડ પર એક કિલો અખાદ્ય મીઠાઇનો નાશ કરાયો હતો અને ફાલ્કન રોડ પ્રશાંત કાસ્ટીંગ સામે તથા ઇન્દીરા સર્કલ પાસે આવેલ પ્રયોશા રેસ્ટોરન્ટ અને બડીજ પીઝામાં તપાસ દરમ્યાન હાઇઝેનીક કંડીશન જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ હતી. 

♦ ટેકસ શાખાનું સર્વર ડાઉન થતાં સીવીક સેન્ટરમાં કરદાતાઓનો ધસારો

હાલમાં રાજકોટ મહાનગરપાલિકાની મીલ્કત વેરા વળતર યોજના ચાલી રહી છે. ત્યારે રાજકોટ શહેરના અસંખ્ય કરદાતાઓ યોજનાનો લાભ લેવા માટે ખાસ કરીને ઓનલાઇન વેરો મોટી સંખ્યામાં ભરપાઇ કરી રહ્યા છે. ત્યારે આજરોજ સવારમાં જ મહાનગરપાલિકાની ટેક્ષ શાખાનું સર્વર ઓવરલોડના કારણે ડાઉન થઇ ગયું હતું આથી મોબાઇલ દ્વારા આજરોડ વેરો ભરપાઇ થઇ શક્યો ન હતો. જેના કારણે કરદાતાઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. ઓનલાઇન વેરો ભરપાઇ થઇ ન શકતા આજરોજ સવારથી રાજકોટ મ.ન.પા.ના સીવીક સેન્ટર ખાતે કરદાતાઓનો ભારે ધસારો થયો હતો અને સીવીક સેન્ટર ખાતે વેરો ભરપાઇ માટે લાંબી કતારો લાગી છે.

(તસ્વીર: પંકજ શીશાંગીયા)

♦ જુના માર્કેટીંગ યાર્ડ, નાનામવા મેઇન રોડ ઉપરની મસાલા માર્કેટમાં ફૂડ શાખાની ડ્રાઇવ

♦ જુદી-જુદી બ્રાન્ડના મરચુ પાવડર, હળદર પાવડર, ધાણા જીરૂ પાવડર, આખી હળદર, આખા ધાણા સહિતના 10 નમુના લેવામાં આવ્યા: તમામ નમુના લેબોરેટરી પરિક્ષણ માટે રવાના કરાયા

રાજકોટ, તા.16
હાલમાં મસાલાની સિઝન ચાલી રહી છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખાએ રાજકોટ શહેરના જુના માર્કેટીંગ યાર્ડ, નાનામવા મેઇન રોડ, સંત દેવીદાસ, અમર દેવીદાસ (મંડપ મસાલા માર્કેટ) તથા નાનામવા મેઇન રોડ પર આવેલ મસાલા માર્કેટમાં જુદા-જુદા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું. હાલ મરચુ પાવડર, ધાણાજીરુ પાવડર, હળદર પાવડર, હળદર આખી, ધાણા આખા વગેરેના 10 નમુના લેવામાં આવેલ હતા અને આ તમામ નમુનાને ફૂડ સેફ્ટી એન્ડ ર્સ્ટાર્ન્ડટ એક્ટ 2006 હેઠળ લેબોરેટરી પરિક્ષણ માટે મોકલી દેવામાં આવેલ હતા. 

આ અંગેની મળતી વધુ વિગતો મુજબ ફુડ શાખાએ જુના માર્કેટ યાર્ડમાં આવેલ માધવ ટ્રેડીંગમાં ચેકીંગ હાથ ધર્યું. તુલસી બ્રાન્ડ મરચુ પાવડર (200 ગ્રામ પેક), તુલસી હળદર પાવડર-200 ગ્રામ પેક, તુલસી ધાણા-જીરૂ પાવડર-200 ગ્રામ પેક, હળદર આખી (લુઝ), જલારામ મસાલા ભંડાર નાનામવા મેઇન રોડ પરથી નમુના લેવામાં આવેલ હતાં. આ ઉપરાંત નાનામવા મેઇન રોડ પર આવેલ જલારામ મસાલા ભંડારમાંથી ધાણા આખા લુસ તથા કિચન ક્વીન હીંગ પાવડર-500 ગ્રામ પેક, જ્યારે નાનામવા મેઇન રોડ પર આવેલ ઉમીયા મસાલા માર્કેટમાં સંત દેવીદાસ, અમર દેવીદાસ નામના વેપારીને ત્યાંથી હળદર આખી (લુઝ), જીરૂ આખુ-લુઝ, મરચા પાવડર લુઝ તથા હળદર આખી લુઝના સેમ્પલો લેવામાં આવેલ હતાં.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj