જામનગર તા.15
જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં મહિલા સંચાલિત જુગારનો અખાડો ઝડપાયો હતો. પોલીસે સાત મહિલા જુગારીઓને પકડી પાડી 15 હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી તમામ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી જુગારના આ બનાવની જાણવા મળતી વધુ વિગત અનુસાર શહેરના વાલ્કેશ્ર્વરી નગરીમાં આવેલ આદર્શ રેસીડેન્સીના ફ્લેટ નં.402માં રહેતાં સોનલબેન જયેશભાઇ બોડાન મકાનમાં જુગારની મહેફી જામી હોવાનું પોલીસને જાણ થતાં રેઇડ પાડી હતી. આ દરમિયાન પત્તા ટીંચતા સોનલબેન જયેશભાઇ બોડા (ઉ.વ.47, રહે.વાલકેશ્ર્વરી સોસાયટી, આદર્શ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.402, જામનગર), ભાવનાબેન કિરીટભાઇ માલમ (ઉ.વ.42, રહે.નવાગામ ઘેડ, ઇન્દિરા સોસાયટી, શેરી નં.7(બી), જામનગર), રેખાબેન ઉર્ફે રીનાબેન ચુનીલાલ ગોરેચા (ઉ.વ.56, રહે.ગ્રિનસિટી, સુરગમ એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.2, જામનગર), મનીષાબેન પ્રતાપભાઇ હરવરા (ઉ.વ.45, રહે.દિગ્વીજય પ્લોટ-58, શેરી નં.5, જામનગર), રીટાબેન પરમાર (ઉ.વ.57, રહે.પંચેશ્ર્વર ટાવર, જામનગર), સકરબેન મામદભાઇ પુંજાણી (ઉ.વ.60, રહે.મહારજા સોસાયટ, હુસેનીગેટ, વસીલામીલ, જામનગર), સવિતાબેન માલદેભાઇ નંદાણિયા (ઉ.વ.52, રહે.ગોકુલનગર, મુરલીધર સોસાયટી, જામનગર) નામના સાત મહિલાઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતાં. રેઇડ દરિયમાન પોલીસે રૂા.15500 ની રોકડ રકમ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy