રાજકોટ,તા.16
ઉપલેટા પોલીસ મથકે ત્રણ વર્ષ પહેલા નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપી શામજી પેથા સિંધીયા (ઉ.વ.43 રહે મુંબઈ, ગોરાઈ બોરીવલી ટેસ્ટ, મૂળ અધોઈ ગામ, ભચાઉ-કચ્છ)ને રાજકોટ રૂરલ એલસીબીએ ઝડપી લઈ પોલીસ મથકે સોંપવા તજવીજ કરી હતી.આ કામગીરી રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શનમાં પીએસઆઈ ડી.જી.બડવા, પીએસઆઈ એચ.સી.ગોહિલ, એએસઆઈ બાળકૃષ્ણભાઈ ત્રિવેદી, અનિલભાઈ બળકોદીયા, હેડ કોન્સ્ટેબલ શકિતસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા, કોન્સ્ટેબલ કૌશિક જોષી, અબ્દુલભાઈ શેખ દ્વારા કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy