રાજકોટ, તા.16
રાજકોટની સિધ્ધાર્થ સોસાયટીમાંથી શાપરના મચ્છીના ધંધાર્થી સોહિલ ઉર્ફે રેહાન નામના શખ્સને પિસ્તોલ અને કાર્ટીસ સાથે ભક્તિનગર પોલીસે મોડી રાતે દબોચી સઘન પૂછતાછ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગત મુજબ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ એમ.એન.વસાવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથના કોન્સ્ટેબલ અરવિંદભાઇ ફતેપરા, કરણ કોઠીવાલને શાપરનો સોહીલ ઉર્ફે રેહાન ખરેડીયા નામનો શખ્સ હુડકો ચોકડી ચેકપોસ્ટ પાસે સિધ્ધાર્થ સોસાયટી 80 ફુટ રોડ પાસેથી પસાર થવાનો છે અને તેના પેન્ટના નેફામાં ગેરકાયદેસર હથીયાર હોવાની ચોકકસ બાતમીના આધારે સ્ટાફ સિધ્ધાર્થ સોસાયટી 80 ફુટ રોડ પર વોચમાં હતાં.
ત્યારે ત્યાંથી ચાલીને જતો શખ્સને જોવામાં આવતા તે શખ્સ પોલીસને જોઇ ભાગવાની કોશીષ કરતા સ્ટાફે તેને પકડી તેનું નામ પુછતા સોહીલ ઉર્ફે રેહાન શાહનવાઝ ખરેડીયા (ઉ.વ.24), (રહે શાપર વેરાવળ બુધ્ધનગર કાસુંબમા બેરીંગ ગેટની અંદર) હોવાનું જણાવેલ હતું.પોલીસે શખ્સની તપાસ કરતાં પેન્ટના નેફામાંથી એક લોખંડની બનાવટની પીસ્ટલ તેમજ ખીસ્સામાંથી બે જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી પીસ્ટલ અને જીવતા કાર્ટીસ નંગ-ર મળી રૂ.10200 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની પૂછતાછ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy