દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદારો આજે મંગળવારે વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિના અનેક પ્રેરક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ચૂંટણી તંત્ર દ્વારા રંગોળી, બાઇક રેલી, વોકેથોન, ચુનાવ પાઠશાળા, રન ફોર વોટ, શેરી નાટક સહિતની અનેકવિધ પ્રવૃતિઓ હાથ ધરી મતદારોને અચૂક મતદાન કરવાની પ્રેરણા પુરી પાડી છે. આજે આવી જ એક વિશેષ પહેલના ભાગરૂપે દ્વારકા નજીક આવેલા શિવરાજપુર ખાતે મધ દરિયે પહોંચી, મરજીવાઓએ લોકો અચૂક મતદાન કરે તેવો સંદેશો જિલ્લા ચૂંટણી તંત્રના માધ્યમથી આપ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી તંત્રએ મતદાન જાગૃતિ અંગેની આ પ્રકારની ઉદાહરણરૂપ કામગીરી કરવાની સાથે મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે.
(તસ્વીર : કુંજન રાડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy