જયપુર : ગુજરાત ટાઇટનના કેપ્ટન શુભમન ગીલને રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય સાથે માથાકુટ અને દલીલ કરવા અને ગુસ્સામાં બોલ ફેંકવા બદલ દંડ ભરવો પડી શકે છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી મંજૂરી મળ્યા બાદ ગિલને દંડ ભરવો પડી શકે છે. બુધવારે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં જ્યારે મોહિત શર્માએ 17મી ઓવરનો છેલ્લો બોલ ફેંક્યો ત્યારે અમ્પાયરે બોલને વાઈડ જાહેર કર્યો હતો.
આ દરમિયાન ગુજરાતના કેપ્ટન ગિલે DRS લીધું અને મેદાન પરના અમ્પાયર સાથે ઉગ્ર દલીલ કરી અને તેણે ગુસ્સામાં બોલ ફેંકી દીધો. મેચમાં અમ્પાયર આ ઘટનાનો રીપોર્ટ રેફરીને કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy