રાજકોટ, તા.7
રાજકોટની ભાગોળે જશવંતપુર ગામની સીમમાં આવેલ સમર વેવ રીસોર્ટના પાર્કિંગમાં ત્રણ એક્ટિવાની ડેકી તોડી તસ્કરો છ મોબાઈલની ચોરી કરી નાસી છૂટતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાવ અંગે લોધિકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં નાણાવટી ચોક પાસે સ્ટર્લીંગ હોસ્પીટલની પાછળ, ધરમનગર ક્વાર્ટરમાં રહેતાં તેજસભાઇ પ્રફુલભાઈ પરમાર (ઉ.વ.19) એ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તે મજુરી કામ કરે છે. ગઇ તા.05 ના સવારના સાડા નવેક વાગ્યે તે તેની મિત્ર અને માસીની પુત્રી સાથે મિત્રનું બાઈક લઈ વિ.વિ.પી. એન્જીનીયરીંગ કોલેજની સામે જશવંતપુર ગામની સીમમાં આવેલ સમરવેવ રીસોર્ટમાં નાહવા માટે ગયેલ હતાં. સમર વેવ પાર્કીંગમાં બાઈક રાખી તેની ડેકીમાં ત્રણેયના મોબાઈલ રાખી બધા નાહવા માટે સમર રીસોર્ટમાં ગયેલ હતાં.
બાદમાં રીસોર્ટમાંથી સાડા પાંચેક વાગ્યે બહાર નીકળેલ તો બાઇકની ડેકી ખુલ્લી જોવામાં આવેલ અને તેમાંથી ત્રણેયનો મોબાઇલ જોવામાં આવેલ નહી જેમાં રૂ.37 હજારના ત્રણ મોબાઈલ હતાં તે ગુમ હતાં. તેમજ ત્યાં પાર્કીંગમાં અન્ય લોકો પણ તેમની પાસે આવેલ જેમની ડેકી પણ ખુલેલ હોય અને મોબાઇલ ચોરાયેલ હતાં. અન્ય બે એક્ટિવાની પણ ડેકી ખુલી તેમાં રાખેલ રૂ.30 હજારના ત્રણ મોબાઈલ પણ ગુમ હતાં.
જેથી સમરવેવ રિસોર્ટના પાર્કિંગમાં અજાણ્યાં તસ્કરોએ ત્રાટકી ત્રણ એક્ટિવાની ડેકી ખોલી કુલ રૂ.67 હજારના છ મોબાઈલનક ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી લોધિકા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy