(કેશુભાઈ માવદીયા)
માધવપુર તા.19
માધવપુર ઘેડ ગામે બંદર રોડ પર મચ્છી અને અન્ય સર-સામાન ભરેલ છકડો રીક્ષાઓ પુરપાટ ઝડપે પસાર થતા રાહદારીઓને મોતનો ભય સતાવી રહ્યો છે. જેની પોલીસ અને આરટીઓની તંત્ર કડક કાર્યવાહી નહીં થતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
બંદર રોડ પર દોડતી મોટાભાગની છકડો રીક્ષાઓના માલીકો-ચાલકો પાસે રીક્ષાના આરટીઓ લગત સાધનીક કાગળો, લાયસન્સ, વિમો, પીયુસી સર્ટી. નથી સાથે આરટીઓના તમામ નિયમોનું છડે ચોક ભંગ થતો હોવા છતા સ્થાનીક પોલીસ કે આરટીઓ તંત્ર કેમ પગલા લેતું નથી? છકડો રીક્ષા ચાલકો ઘણી વખત ભયજનક રીતે રીક્ષા ચલાવી દાદાગીરી પર ઉતરતા હોવાના પણ બનાવો બની રહ્યા છે. જિલ્લા પોલીસ વડા અને આરટીઓ અધિકારીઓ સરપ્રાઈઝ ચેકિંગ ગોઠવે તેવી માંગણી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy