મેંદરડા-કેશોદની સીમમાં તરખાટ મચાવનાર તસ્કરો ઝડપાયા

Local | Junagadh | 23 April, 2024 | 01:38 PM
દિવસે રેકી કરી રાત્રીના ખેત-ઓજારથી માંડી અનાજનો પાક રીક્ષામાં ભરી ચોરી જતા હતા: 50 ચોરીની કબુલાત
સાંજ સમાચાર

જુનાગઢ તા.23
 જુનાગઢ જીલ્લામાં મેંદરડા-કેશોદ પંથકમાં સીમ ચોરી કરનાર તસ્કરોને દબોચી લેવા જુનાગઢ એસપી હર્ષદ મહેતાએ તાકીદ કરતા બંને મેંદરડા પોલીસે દબોચી લીધા હતા.

 આ અંગેની વિગત મુજબ મેંદરડા પંથકમાં 5 અને કેશોદ પોલીસમાં એક મળી કુલ છ સીમ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં આંબામાંથી કેરીની ચોરી કરી હતી. દિવસના રેકી કરી રાત્રીના ચોરીને અંજામ આપતા હતા સાથે છકડો રીક્ષા લઈને માલ સામાન ભરી લાવતા હતા જેમાં બાટલા વજન કાંટો ઘઉં તેલીબીયા, અનાજની બોરી કઠોળ સગડી જે ભંગાર મળ્યો તે વિગેરે ચીજવસ્તુઓ ભરી આવતા હતા. અંદાજીત 50થી વધુ ચોરી કર્યાનું સામે આવ્યું છે.
 પોલીસે સઘન તપાસ દરમ્યાન ફીરોઝ ઉર્ફે નીંઢુ ઈસ્માઈલ સાંધ અને અબ્દુલ ઉર્ફે અબુ, જુમા સાંધ ગામેતીને દબોચી લીધા હતા. બન્ને આરોપીઓની આગવી ઢબે પુછપરછમાં તેમના પિતા પણ ગુન્હાહિત ઈતિહાસ ધરાવતા હોય પરિવારનું ગુજરાન ચલાવવા બીજુ કઈ સુઝતુ ન હોય તેથી ચોરીનો ધંધો અપનાવ્યો હતો. પોલીસે બન્ને આરોપીઓ પાસેથી ફ્રીઝ, વજન કાંટો, સિલાઈ મશીન, અનાજની બોરીઓ તેમજ વિવિધ વસ્તુઓ સહિત કુલ રૂા.1,37,200નો મુદામાલ કબજે કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj