રાજકોટ,તા.09
ગઈ રાતે મહિલા અંડરબ્રિજ પાસે પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર અથડાતાં ડિવાઈડરનો સોથ વળી ગયો હતો અને કારમાં પણ મોટી નુકશાની થઈ હતી.
બનાવમાં કારચાલકની માથાના ભાગે ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવમાં કારચાલકે આરએમસીને થયેલ નુકશાનીની ભરપાઈ કરી આપવાનું કહેતાં કોઈ પોલીસ ફરીયાદ નોંધાઈ ન હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy