શ્રીલંકાના પૂર્વીય પ્રાંતનાં ગવર્નર સેન્થિલ થોન્ડમન રાજકોટમાં : વોટસન મ્યુઝીયમ નિહાળી પ્રભાવિત થયા

Local | Rajkot | 18 April, 2024 | 05:26 PM
ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી, કબા ગાંધીનો ડેલાની મુલાકાત લીધી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 18
શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર સેન્થિલ થોન્ડમન રાજકોટની મુલાકાતે પધાર્યા હોઈ તેઓએ અહીંની ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરને નજદીકથી જાણવા અને નિહાળવાનો લાભ લીધો હતો.  

ગવર્નર સેન્થિલ થોન્ડમનએ જ્યુબિલિ ગાર્ડન સ્થિત વોટ્સન મ્યુઝિયમની મુલાકાત લઈ અહીં સંગ્રહિત પુરાતત્વીય, જૂની વિરાસત, લોક સાંસ્કૃતિક ધરોહરને રસપૂર્વક નિહાળી હતી. વોટ્સન મ્યુઝિયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજ તેમજ સહાયક પુરાતત્વ નિયામક સિધ્ધાબેન શાહે મ્યુઝિયમ સ્થિત કૃતિઓનું મહત્વ સમજાવ્યું હતું. અહીં તેઓએ વી.આર.ના માધ્યમથી ખંભાલીડા બૌદ્ધ ગુફાઓની વર્ચ્યુઅલ ટુર કરી હતી.    

સેન્થિલ થોન્ડમને ગાંધીજીના જીવન કવનને પ્રદર્શિત કરતા રાજકોટના પ્રખ્યાત ગાંધી મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. તેઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. તેમણે મ્યુઝિયમના વિવિધ કેન્દ્રોની મુલાકાત લઈ ‘મોહનથી મહાત્માની સફર’ને ઓડિયો વિઝયુઅલ માધ્યમથી રસપૂર્વક માણી હતી.

આ સાથે ગાંધીજીનો બચપણથી કિશોરાવસ્થા દરમ્યાન જે જગ્યાએ ઉછેર થયેલો તે કબા ગાંધીના ડેલાની મુલાકાત લઈ તેઓ અત્યંત પ્રભાવિત થયા હતાં. ગવર્નર સેન્થિલની સાથે આદિજાતિ વિભાગના મદદનીશ કમિશનર અમિરાજ ખાવડ, રાજકોટ પૂર્વ મામલતદાર એસ.જી.ચાવડા વગેરેએ ઉપસ્થિત રહી તેઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj